________________
0 શ્રાવકધર્મવિશિકાd
વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન
// Jાd coffd81oT aff /
અવતરણિકા -
સાતમી વિંશિકામાં ત્રણ પ્રકારનાં દાન બતાવ્યાં. તેમાં મુખ્યત્વે બે દાન સાધુને હોય છે અને ધર્મોપગ્રહકરદાન મુખ્યત્વે શ્રાવકને હોય છે. ત્યારપછી પૂજાવિંશિકામાં બે પ્રકારની પૂજા બતાવી. ત્યાં દ્રવ્યપૂજા મુખ્યરૂપે શ્રાવકને હોય છે અને ભાવપૂજા સાધુને હોય છે. પૂજાવિંશિકામાં છેલ્લે કહેલું કે આગળમાં ગ્રંથકાર સ્વયં ભાવપૂજાનું વર્ણન કરવાના છે. તેથી ભાવપૂજાને છોડીને હવે ધર્મોપગ્રહકરદાન કરનાર અને પૂજા કરનાર એવા શ્રાવકનું સ્વરૂપ પ્રસ્તુત વિંશિકામાં બતાવે છે
धम्मोवग्गहदाणाइसंगओ सावगो परो होइ ।। भावेण सुद्धचित्तो निच्चं जिणवयणसवणरई ॥१॥ ધર્મોપદાનાસિંતિ: શ્રાવ: પરો મવતિ | भावेन शुद्धचित्तो नित्यं जिनवचन श्रवणरतिः ॥१॥
અન્વયાર્થ :
ભાવે સુચિત્તો ભાવથી શુદ્ધચિત્તવાળો, નિર્ચે નિવાસવાર નિત્ય જિનવચનના શ્રવણમાં રતિવાળો (અને) થHવદિવા રૂમો ધર્મોપગ્રહકરદાનાદિથી યુક્ત પર સાવ હોરું શ્રેષ્ઠ શ્રાવક હોય છે.
ગાથાર્થ -
ભાવથી શુદ્ધચિત્તવાળો, નિત્ય જિનવચનના શ્રવણમાં રતિવાળો અને ધર્મોપગ્રહકરદાનાદિથી યુક્ત શ્રેષ્ઠ શ્રાવક હોય છે.
ભાવાર્થ :
ભાવશ્રાવકનું સ્વરૂપ અહીં બતાવવાનું છે. ભાવશ્રાવક પોતાની શક્તિને અનુરૂપ સુપાત્રદાન, અનુકંપાદાન કરતો હોય છે અને પૂજા કરનાર હોય છે. તેને હંમેશાં ભગવાનનાં વચનો સાંભળવામાં રસ હોય છે. વળી તે આગળની ગાથામાં બતાવવાના છે તેવા પ્રકારના ક્ષયોપશમભાવથી યુક્ત શુદ્ધચિત્તવાળો હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org