________________
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
D પૂજાવિધિવિંશિકા 7
જેમ રસવિદ્ધ થયેલ તાંબુ ફરીથી પણ તામ્રપણાને નથી જ પામતું તેમ અક્ષયભાવમાં મળેલો ભાવ નિયમા અક્ષયભાવનો સાધક થાય છે.
૧૭૯
ભાવાર્થ:
જેમ પાણીનું બિંદુ સ્વતંત્ર પડ્યું હોય તો ક્ષણવારમાં નાશ પામી જાય છે, પરંતુ તે જ બિંદુ જો મહાસમુદ્રમાં નાંખવામાં આવે તો ક્યારેય વિનાશ નથી પામતું; તેમ ભગવાનની પૂજા કરતી વખતે જો ભગવાનના સ્વરૂપથી ઉપરંજિત થયેલા ચિત્તના સંસ્કારો આત્મામાં પડ્યા હોય, તો તે સંસ્કારો આત્માના મૂળ સ્વરૂપના જ પરિણામરૂપ હોવાથી મહાસમુદ્ર જેવા આત્માના ગુણોમાં પડેલા કહેવાય છે, અને તેથી જ પરમાત્મા પ્રત્યેના આકર્ષણના ભાવો સંસ્કારરૂપે ક્યારેય વિનાશ પામતા નથી; પરંતુ આ જ સંસ્કારો વિશેષ સામગ્રીને પામીને પૂર્ણ વીતરાગ ભાવની પ્રાપ્તિનું કારણ બને છે. આથી જ કહે છે કે અક્ષયભાવમાં મળેલો જીવના અધ્યવસાયરૂપ ભાવ નક્કી અક્ષયભાવરૂપ વીતરાગ ભાવનો સાધક થાય છે. આનાથી વિપરીત, જો પૂજા કરતી વખતે જીવનો પરિણામ વીતરાગતાથી રંજિત ન થયો હોય, તો તે પરિણામ પોતાના અક્ષય સ્વરૂપ સાથે જોડાયેલો નહીં કહેવાય; અને જે પરિણામ અક્ષય સ્વરૂપ સાથે જોડાયેલ ન હોય, તે પરિણામ સ્વતંત્ર પડેલા પાણીના બિંદુની જેમ ક્ષણવારમાં નાશ થઇ જાય. તેથી આવો પરિણામ અક્ષય સ્વરૂપની પ્રાપ્તિનું કારણ બનતો નથી.
જેમ રસથી અનુવિદ્ધ તાંબુ સુવર્ણભાવને પામે છે પણ ફરી તાંબાપણાને પામતું નથી, તેમ પરમાત્માના ભાવથી અનુવિદ્ધ આત્માનો ભાવ ફરી તાંબા જેવા સાંસારિક ભાવરૂપે પરિણામ પામતો નથી; પરંતુ સુવર્ણ ભાવરૂપે જ રહે છે અને તે જ ક્રમસ૨ વધીને પૂર્ણ વીતરાગતાનો સાધક છે.
તાંબા ઉપર સુવર્ણનો ૨સ પડ્યા પછી થોડા કાળમાં તે તાંબુ સુવર્ણભાવને પામે છે, પરંતુ સુવર્ણભાવે થયેલું તે તાંબુ ફરી તાંબાપણાને પામતું નથી; તેમ વીતરાગ પ્રત્યે ઉત્પન્ન થયેલો જે ભક્તિનો પરિણામ આત્મા ઉપર સંસ્કારરૂપે પડ્યો હોય છે, તે પરિણામ થોડા કાળમાં જીવને વીતરાગ બનાવે છે. અહીં થોડો કાળ ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્ત પણ હોઇ શકે, તો પણ તે અર્ધપુદ્ગલપરાવર્તકાળ અનંતકાળની અપેક્ષાએ તો અલ્પ જ છે; અને કોઇ જીવ વીતરાગની પૂજા કર્યા પછી માર્ગથી દૂર ફેંકાય નહીં તો થોડા ભવોની અંદર પણ અથવા તે ભવમાં પણ પૂર્ણ વીતરાગભાવરૂપ સુવર્ણપણાને પામે છે, તે અપેક્ષાએ જ તાંબાનું દૃષ્ટાંત છે.૮-૧૭/૧૮ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org