SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન pપૂજાવિધિવિંશિકા ! ગાથાર્થ - આ રીતે આકાશગોમયાદિ દ્વારા ઉપલેપન આદિથી શુદ્ધ ભૂમિમાં મન દ્વારા બનાવાયેલી પ્રતિમાની પૂજા પ્રશસ્ત જ છે. એક પૂ. ઉપાધ્યાયજી મહારાજના “પ્રતિમાશતક' નામના ગ્રંથના શ્લોક-૭૬ની ટીકામાં આ ગાથાની સાક્ષી આપેલી છે, તે પ્રમાણે આ ગાથા સુધારેલ છે. જ થંડ વિમાં ગપિ શબ્દથી એ કહેવું છે કે પુસ્તક આદિ અન્ય કોઇ પદાર્થમાં તો આ સ્થાપનાની પૂજા પ્રશસ્ત છે જ, પરંતુ શુદ્ધ ભૂમિમાં પણ આ પૂજા પ્રશસ્ત જ છે. જ મર્યાદ્રિ’ માં આદિથી ગાયના છાણ સિવાય અન્ય પણ પવિત્ર વસ્તુથી ઉપલેપનનું ગ્રહણ કરવું. ભાવાર્થ : જેમ સ્વયંકારિત પ્રતિમાની પૂજા બહુફળવાળી છે, એ રીતે કોઈ કારણ વિશેષથી કે સંયોગ વિશેષથી વિધિપૂર્વક બનાવાયેલી બીજી કોઈ પણ પ્રતિમા પ્રાપ્ત ન હોય ત્યારે, સિદ્ધપરમાત્માના ગુણોનું સ્મરણ કરીને સિદ્ધશિલા ઉપર બિરાજમાન સિદ્ધપરમાત્માના સ્વરૂપનું શુદ્ધ ભૂમિમાં મન દ્વારા સ્થાપન કરીને, તેની પૂજા કરવી પણ પ્રશસ્ત જ છે, અર્થાત્ ભક્તિના પ્રકર્ષથી ભાવની વૃદ્ધિનું કારણ જ છે. તે શુદ્ધ ભૂમિને જમીન ઉપર પડેલા ગાયના છાણથી નહીં પરંતુ જમીનને નહીં સ્પર્શેલ અને ઉપર રહેલા ગાયના છાણનું ઉપલેપન કરવું એ આવશ્યક છે. પ્રતિમાશતકના શ્લોક૭૬માં ઉપાધ્યાયજી મહારાજે આનો અર્થ કરેલ છે, જે અહીં આધાર તરીકે ગ્રહણ કરેલ છે.ll૮-૧૪ અવતરણિકા : તેરમી ગાથામાં સ્વંયકારિત આદિ પ્રતિમાઓને આધારે પૂજામાં ફળભેદ પડે છે તે કહેનારા અન્ય અન્ય મતો બતાવ્યા. હવે તે જ મતો પોતાને કઇ રીતે માન્ય છે તે બતાવતાં કહે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy