________________
0 અધિકારવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
अन्ने आसायणाओ महाणुभावाण पुरिससीहाण । तम्हा सत्तणुरूवं पुरिसेण हिए पयइयव्वं ॥५॥ अन्ये आशातना महानुभावानां पुरुषसिंहानाम् । तस्माच्छक्त्यनुरूपं पुरुषेण हिते प्रयतितव्यम् ॥५।।
અન્વયાર્થ :
અન્ને બીજા આચાર્યો એમ કહે છે કે જો પૂર્વના મહાપુરુષોએ કહેલું અને કરેલું આપણે ન કરીએ તો) પુરિસસીહા | મહાગુમાવી પુરુષોમાં સિંહ સમાન એવા મહાનુભાવોની માસાયUITો આશાતના થાય, તે તે કારણથી પરસે પુરુષ વડે fણ હિતમાં સત્તગુરૂવં શક્તિને અનુરૂપ પથરૂયવં પ્રવર્તવું જોઈએ.
ગાથાર્થ :
બીજા આચાર્યો એમ કહે છે કે જો પૂર્વના પુરુષોએ કહેલું અને કરેલું આપણે ન કરીએ તો પુરુષોમાં સિંહ સમાન એવા મહાનુભાવોની આશાતના થાય, તે કારણથી પુરુષે હિતમાં શક્તિને અનુરૂપ પ્રવર્તવું જોઈએ.
ભાવાર્થ -
બીજા આચાર્યોનું કથન અપેક્ષાભદથી છે. પૂર્વના મહાપુરુષોએ પોતાની શક્તિને અનુરૂપ ગ્રંથો રચ્યા છે અને પોતાના જીવનમાં ઉત્તમ આચારણાઓ પણ કરી છે. જો પૂર્વપુરુષોએ ઘણું કહ્યું છે અને કર્યું છે માટે આપણે એ કહેવાની કે કરવાની જરૂર નથી એમ માનીને, આપણી પાસે શક્તિ હોવા છતાં પણ શક્તિને અનુરૂપ પ્રયત્ન ન કરીએ, તો તેઓના માર્ગને ટકાવવામાં આપણે ઉપેક્ષા કરી કહેવાય. આ ઉપરાંત તીર્થકરો પછીના પૂર્વાચાર્યોએ જે ગ્રંથો રચ્યા છે તે અનુચિત પ્રવૃત્તિ છે એમ સ્થાપન થાય અને આ રીતે તેઓની આશાતના થાય. આવી આશાતનાથી બચવા માટે શક્તિ અનુસાર હિતમાં પ્રયત્ન કરવો જોઈએ, એમ બીજા આચાર્યોનું માનવું છે.
અહીં વિશેષ એ છે કે ગાથા-૩ માં માર્ગ બતાવ્યો, ત્યારબાદ ગાથા-૪ ના પૂર્વાર્ધમાં એ બતાવ્યું કે એ માર્ગને ન સ્વીકારો તો કુશલ વચનોનો અને કુશલ ચેષ્ટાઓનો લુચ્છેદ થાય અને ઉત્તરાર્ધમાં તેની પુષ્ટિ કરી. ત્યારપછી પૂર્વ ગાથામાં જે કહેલ કે પૂર્વના મહાપુરુષોએ કહ્યું છે અને કર્યું છે તેમ ન કરીએ તો કુશલ વચનો અને કુશલ ચેષ્ટાઓનો વ્યુચ્છેદ થાય, તેના સ્થાને અન્ય આચાર્યોનો જે મત છે તે આ શ્લોકના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org