________________
૧૬૭
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકા ! પૂર્વની ત્રણ પૂજાવાળાઓના જેવો સાનુબંધ નથી હોતો. પ્રથમ અવંચકયોગવાળા સમ્યગ્દષ્ટિને ગુણવાન સાધુનો યોગ સાનુબંધ હોય છે. બીજા અવંચકયોગવાળા ઉત્તરગુણધારી શ્રાવકને સાધુને કરાતી વંદનક્રિયા સાનુબંધ હોય છે. ત્રીજા અવંચક્યોગવાળા પરમશ્રાવકને સાધુ પાસેથી જે ઉપદેશ શ્રવણ થાય છે તે સાનુબંધ હોય છે. આ ત્રણે ગ્રંથિદેશમાં રહેલા અપુનબંધકને તેવા સાનુબંધ નથી હોતા. આથી જ અપુનબંધકની પૂજા પ્રધાનદ્રવ્યપૂજા છે, જયારે સમ્યગ્દષ્ટિ આદિ ત્રણેની પૂજાઓ દ્રવ્યસ્તવરૂપ હોવા છતાં ભાવપૂજા છે, એમ પ્રતિમાશતકમાં કહેલ છે.ll૮-૮
અવતરણિકા :
બીજી ગાથામાં કહ્યું હતું કે ત્રણ ભેદવાળો દ્રવ્યસ્તવ ગૃહસ્થને હોય છે. ત્યારપછી બતાવ્યું કે અપુનબંધકને દ્રવ્યસ્તવ ધર્મમાત્ર ફળવાળો હોય છે. હવે તે દ્રવ્યસ્તવ કરનારને અંતરંગ શું પ્રાપ્ત થાય છે એ બતાવતાં કહે છે
भवठिइभंगो एसो तह य महापहविसोहणो परमो । नियविरियसमुल्लासो जायइ संपत्तबीयस्स ॥९॥ भवस्थितिभङ्ग एष तथा च महापथविशोधनः परमः । निजवीर्यसमुल्लासो जायते संप्राप्तबीजस्य ॥९।।
અન્વયાર્થ :
સંપત્તવીથ સંપ્રાપ્તબીજવાળાને પણ આ સાધુયોગાદિભાવ મિડ્રિમનો ભવસ્થિતિનો ભંગ કરનાર, મહાપવિલોહvો મહાપથનો વિશોધન કરનાર તદય અને પરમોનિવિરિયસમુક્કા પરમ નિજવીર્યનો સમુલ્લાસ કરનારની થાય છે.
ગાથાર્થ -
સંપ્રાપ્તબીજવાળાને આ સાધુયોગાદિભાવ ભવસ્થિતિનો ભંગ કરનાર, મહાપથનો વિશોધન કરનાર અને પરમ નિજવીર્યનો સમુલ્લાસ કરનાર થાય છે.
ભાવાર્થ :
અપુનબંધકથી માંડીને ઉપરના સર્વે સંપ્રાપ્તબીજવાળા છે. અહીં ત્રણ પૂજામાં પરમશ્રાવક સુધી ગ્રહણ કરવાના છે. તેથી અપુનબંધકથી પરમશ્રાવક સુધી જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org