________________
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૬૪
7 પૂજાવિધિવિંશિકા અને સાદુન એ ત્રણ શબ્દો પ્રાપ્ત થશે. ત્યારપછી આ ત્રણેનો અન્વય રા સાથે કરવાનો છે. અને એને નો શબ્દનું વિશેષણ બનાવવાનું છે.એના દ્વારા સહુનુારણા ખોળા, સાદુિિરયાળા નો, સાક્રુતનાનોTM એ ત્રણ પ્રકારના યોગો પ્રાપ્ત થશે.
* અહીં સાદું શબ્દ ગુણવાન વ્યક્તિના અર્થમાં છે. રણ શબ્દ અધ્યવસાયના અર્થમાં વપરાયો છે. નોયોગ શબ્દ વ્યાપાર અર્થમાં વપરાયો છે.
* ‘સાધુનો યોગ’ એ શબ્દ દ્વારા ગુણવાન વ્યક્તિના યોગને ગ્રહણ કરવાનો છે. તેથી સુસાધુનાં દર્શન વખતે સુસાધુને સુસાધુરૂપે જાણે તેમ ભગવાનની પૂજામાં ગુણવાન એવા ભગવાનને ગુણવાનરૂપે જાણે તે બતાવવું છે. તે રીતે ત્રણે સ્થાનોમાં સાધુ શબ્દ દ્વારા ગુણવાન એવા ભગવાનને ગ્રહણ કરવાના છે.
ગાથાર્થ ઃ
સમ્યગ્દષ્ટિને યોગાવંચકયોગથી પ્રથમ પૂજા હોય છે, ઉત્તરગુણધારી શ્રાવકને ક્રિયાપંચકયોગથી બીજી પૂજા હોય છે, પરમશ્રાવકને ફલાવંચકયોગથી ત્રીજી પૂજા હોય છે. અને આ પ્રકારે ત્રણ અવંચકયોગરૂપ ત્રણ સમાધિઓથી ગુણવાન એવા સાધુનો ગુણવાનરૂપે સંબંધ થાય તેવો અધ્યવસાયવાળો વ્યાપાર પહેલી પૂજામાં હોય છે, ગુણવાન એવા સાધુની ભક્તિની ક્રિયા સમ્યક્ થાય તેવા અધ્યવસાયવાળો વ્યાપાર બીજી પૂજામાં હોય છે અને ગુણવાન એવા સાધુના સંબંધનું ફળ સમ્યગ્ પ્રાપ્ત કરાવે તેવા અધ્યવસાયવાળો વ્યાપાર ત્રીજી પૂજામાં હોય છે.
ભાવાર્થ:
પૂર્વની ગાથાઓમાં વર્ણન કરાયેલી ત્રણે પૂજાઓ ત્રણ પ્રકારના અવંચકયોગોથી અનુક્રમે સમ્યગ્દષ્ટિને, ઉત્તરગુણધારી શ્રાવકને અને પરમશ્રાવકને હોય છે.
અવંચકયોગ એટલે નહીં ઠગનારો સંબંધ. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના અવંચકયોગોનું વર્ણન છે- પ્રથમ યોગાવંચકયોગ, બીજો ક્રિયાવંચકયોગ અને ત્રીજો ફલાવંચકયોગ. યોગાવંચકયોગમાં પ્રથમ યોગશબ્દ ગુણવાનના યોગનો વાચક છે. તેથી ગુણવાનનો યોગ જેને ઠગનારો ના હોય તે વ્યક્તિને યોગાવંચક પ્રાણી કહેવાય. ગુણવાનને ગુણવાનરૂપે ઓળખી ગુણપ્રાપ્તિ માટે જ સંબંધ બંધાવે તેવી નિર્મળ પ્રજ્ઞા જેને હોય, તેવી વ્યક્તિનો ગુણવાન સાથેનો જે યોગ છે, તે યોગાવંચકયોગ કહેવાય. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી કષાયનો અપગમ હોવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org