________________
Uપૂજાવિધિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
_ ૧૬૦ सव्वगुणाहिगविसया नियमुत्तमवत्थुदाणपरिओसा । कायकिरियापहाणा समंतभद्दा पढमपूया ॥३॥ सर्वगुणाधिकविषया नियमोत्तमवस्तु दानपरितोषा । कायक्रियाप्रधाना समन्तभद्रा प्रथमपूजा ॥३।।
અન્વયાર્થ
સવ્ય[[હિ વિસય સર્વગુણાધિક એવા પરમાત્માના વિષયવાળી, નિયમુત્તમવસ્થાપરિકો નિયમા ઉત્તમ વસ્તુઓના દાનવડે પરિતોષ પામનારી અને કરિયાપદUIT કાયક્રિયા છે પ્રધાન જેમાં તેવી સમંતમાં સમતભદ્રા નામની પઢમપૂયા પ્રથમ પૂજા છે.
ગાથાર્થ
સર્વગુણાધિક એવા પરમાત્માના વિષયવાળી અને નિયમા ઉત્તમ વસ્તુઓના દાનવડે પરિતોષ પામનાર અને કાયક્રિયા છે પ્રધાન જેમાં તેવી સમતભદ્રા નામની પ્રથમ પૂજા છે.
ભાવાર્થ :
ગુણવાનનો ગુણવાનરૂપે સમ્યગુ બોધ હોય એવા સમ્યગ્દષ્ટિને જગતમાં સર્વગુણાધિક વીતરાગ સર્વજ્ઞ જ દેખાય છે. તેમના પ્રત્યે તેને અત્યંત ભક્તિ હોય છે અને તેથી પોતાની શક્તિને અનુરૂપ ઉત્તમ વસ્તુ દ્વારા જ તેમની પૂજા કરીને તે પરિતોષ પામે છે. પૂજાની સામગ્રી એકઠી કરવામાં અને તેના દ્વારા ભગવાનની પૂજા કરવામાં મન અને વચનની શુદ્ધિ માટે યત્ન હોવા છતાં, કાયાથી વિધિની શુદ્ધિ પૂરેપૂરી જળવાય એવી તેની પરિણતિ હોય છે, તેથી આ પ્રથમ પૂજાને કાયક્રિયાપ્રધાન કહેલ છે. વળી, ગુણવાનને ગુણવાનરૂપે જાણીને તેમના પ્રત્યે થયેલ ભક્તિના અતિશયથી આ પૂજા કરાય છે, તેથી પૂજકના સંપૂર્ણ ભદ્રને કરનારી છે. આના લીધે જ આ પૂજાને સમતભદ્રા કહી છે.ll૮-3
અવતરણિકા :
ક્રમ પ્રાપ્ત હવે બીજી પૂજાનું સ્વરૂપ બતાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org