________________
૧૫૯
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકાd તેથી તે અન્ય ક્ષેત્રમાંથી, ભક્તિના પ્રકર્ષમાં અનુપયોગી આરંભાદિના વર્જનપૂર્વક, શ્રેષ્ઠ ભાવોલ્લાસનું કારણ બને તે રીતે વિવેકપૂર્વક વચન દ્વારા બીજા પાસે ઉત્તમ સામગ્રી મંગાવીને પૂજા કરે છે. તેથી જ બીજી પૂજાને “વચનયોગસારાપૂજા' કહેલ છે.
ત્રીજી પૂજા કરવાવાળી વ્યક્તિ લોકોત્તમ પુરુષની પૂજા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સામગ્રી પોતે તો કાયયોગથી એકઠી કરે જ છે, વચનયોગથી બીજા પાસે મંગાવે પણ છે તો પણ તેને સંતોષ થતો નથી. કેમ કે લોકોત્તમ પુરુષની પૂજા માટે લોકોત્તમ એવાં નંદનવનનાં સગ્નકમળ આદિ તેને આવશ્યક દેખાય છે. અને તે સહગ્નકમળ આદિની પ્રાપ્તિ કાયાથી કે વચનથી તો થઈ શકે તેમ નથી, તેથી ભક્તિના પ્રકર્ષપૂર્વક તે મનદ્વારા યતનાપૂર્વક નંદનવનમાંથી પુષ્પો લાવીને ભગવાનની ભક્તિ કરે છે. આ ભક્તિમાં મનની વિશુદ્ધિ પ્રધાન છે, તેથી જ તેને “મનોયોગસારાપૂજા’ કહેલ છે.
તે તે પ્રકારના ભાવના ભેદથી ત્રણ પ્રકારની પૂજા છે” એમ જે કહ્યું તેનો ભાવ એ છે કે, ત્રણ પ્રકારના પૂજકને લોકોત્તમ એવા વીતરાગ જ પૂજાને યોગ્ય દેખાય છે, અને તેથી જ પ્રથમ પૂજાવાળો લોકોત્તમ પુરુષ માટે કાયા દ્વારા શક્તિઅનુરૂપ યતનાપૂર્વક શ્રેષ્ઠ વસ્તુઓ ગ્રહણ કરીને ભગવાનની ભક્તિ કરે છે. જ્યારે બીજા પ્રકારની પૂજાવાળા જીવોને તેના કરતાં પણ ઉત્તમ સામગ્રીનો અભિલાષ વર્તે છે. તેથી ઉત્તમ પુરુષની પૂજા માટે કાયામાત્રથી પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ વસ્તુથી તેને પરિતોષ થતો નથી. કારણ કે તેનામાં ભગવાન પ્રત્યેના બહુમાનનો પ્રકર્ષભાવ વર્તતો હોય છે; અને તેથી જ ક્ષેત્રમંતરથી પણ વચનદ્વારા અન્ય પાસે તે વિધિપૂર્વક ઉત્તમ સામગ્રીઓ મંગાવે છે.
જ્યારે ત્રીજા પ્રકારની પૂજાવાળાને કાયાથી અને વચનથી પ્રાપ્ત સામગ્રીમાં પણ અસંતોષ રહે છે, અને તેથી જ તેને લોકોત્તમ પુરુષની ભક્તિ માટે સહગ્નકમળાદિ લોકોત્તમ સામગ્રી જ આવશ્યક જણાય છે. અને ઉત્તમ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરવામાં ભાવનો પ્રકર્ષ હોવાને કારણે તેની સામગ્રી મનથી યતનાપૂર્વક તે લાવે છે અને તેનાથી ભગવાનની પૂજા કરે છે ત્યારે, પ્રથમ બે પૂજા કરનારા પુરુષ કરતાં પણ તેનો ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ પ્રકર્ષવાળો હોય છે. આમ તે તે પ્રકારના ભાવના ભેદથી પૂજાના ત્રણ ભેદો દ્રવ્યપૂજાને આશ્રયીને પાડેલ છે.II૮-રા
અવતરણિકા :
બીજી ગાથામાં દ્રવ્યપૂજાના ત્રણ ભેદો બતાવ્યા. હવે તેમાં પ્રથમ ભેદનું સ્વરૂપ બતાવતાં કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org