________________
૧૫૮
Uપૂજાવિધિવિશિકાઈ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન દ્રવ્યપૂજા કોને હોય છે અને તેના કેટલા ભેદો હોય છે, તે બતાવતાં કહે છે
पढमा गिहिणो सा वि य तहा तहा भावभेयओ तिविहा । कायवयमणविसुद्धीसम्भूओगरणपरिभेया પરા प्रथमा गृहिण: सापि च तथा तथा भावभेदतस्त्रिविधा । कायवचो मनोविशुद्धिसंभूतोपकरणपरिभेदात्
||૨||
અન્વયાર્થ
પઢમાં ગિરિ પ્રથમ દ્રવ્યપૂજા ગૃહસ્થને (હોય છે) સવિય અને તે પણ તે પૂજા પણ કાર્યવયમUવિયુદ્ધસબૂમો RUપરિમેયા કાયવિશુદ્ધિ, વચનવિશુદ્ધિ અને મનવિશુદ્ધિ દ્વારા એકઠાં કરાયેલાં ઉપકરણોના પરિભેદથી ત ત ભાવપેચો તે તે પ્રકારના ભાવના ભેદથી તિવિદ ત્રણ પ્રકારની છે.
ગાથાર્થ :
પ્રથમ દ્રવ્યપૂજા ગૃહસ્થને હોય છે અને તે પૂજા પણ કાયવિશુદ્ધિ, વચનવિશુદ્ધિ અને મનવિશુદ્ધિ દ્વારા એકઠાં કરાયેલાં ઉપકરણોના ભેદથી તે તે પ્રકારના ભાવના ભેદને કારણે ત્રણ પ્રકારની છે.
ભાવાર્થ -
દ્રવ્યપૂજા ગૃહસ્થને હોય છે. તેના ત્રણ ભેદો છે. તેના પ્રથમ ભેદમાં કાયવિશુદ્ધિ પ્રધાન હોય છે, બીજા ભેદમાં વચનવિશુદ્ધિ પ્રધાન હોય છે અને ત્રીજા ભેદમાં મનની વિશુદ્ધિ પ્રધાન હોય છે. તે ત્રણેય વિશુદ્ધિઓ દ્રવ્યપૂજાની સામગ્રીને આશ્રયીને હોય છે. તેથી જ કહ્યું કે કાય, વચન અને મનની વિશુદ્ધિ વડે એકઠાં કરાયેલાં ઉપકરણોના ભેદથી ત્રણ પ્રકારની પૂજા છે.
ભગવાનની ભક્તિ માટે જે સામગ્રી એકઠી કરવામાં આવે છે, તે સામગ્રી એકઠી કરવામાં કાયવિશુદ્ધિની પ્રધાનતા જ્યાં હોય છે ત્યાં પહેલી પૂજા છે. પ્રથમ પૂજાવાળો પુરુષ પોતાની કાયાવડે, સ્વશક્તિને અનુરૂપ અને વિધિપૂર્વક ભગવાનની ભક્તિની શ્રેષ્ઠ સામગ્રી એકઠી કરે છે. તેથી જ પહેલી પૂજાને કાયયોગસારાપૂજા' કહેલ છે.
બીજી પૂજાવાળો જીવ કાયાથી પોતાના ક્ષેત્રમાં ? શ્રેષ્ઠ સામગ્રીથી પૂજા તો કરે જ છે, તો પણ તેનાથી વિશિષ્ટ સામગ્રીથી પૂજા " . તેને અભિલાષ થાય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org