________________
૧૫૭
વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકા ભાવાર્થ :
જેમ દ્રવ્ય અને પર્યાય પરસ્પર યુક્ત જ હોય છે તેમ ભગવાનની પૂજા પણ દ્રવ્ય અને ભાવને આશ્રયીને ઇતરેતરયુક્ત જ હોય છે. આ રીતે ઇતરેતરયુક્ત હોવાને કારણે પૂજાના દ્રવ્ય અને ભાવને આશ્રયીને બે ભેદ કરી શકાય નહીં. આમ છતાં, પૂજા, દ્રવ્ય અને ભાવ એ બે ભેદથી શાસ્ત્રસંગત છે. તે કઈ અપેક્ષાએ સંગત છે તે બતાવવા માટે કહે છે કે, દ્રવ્ય અને ભાવ પરસ્પર સંકળાયેલા હોવા છતાં પણ પરમાર્થથી દ્રવ્યપૂજામાં દ્રવ્ય પ્રધાન હોય છે અને ભાવ ગૌણ હોય છે, ભાવપૂજામાં ભાવ પ્રધાન હોય છે અને દ્રવ્ય ગૌણ હોય છે. તેથી ભગવાનની પૂજા દ્રવ્યપૂજા અને ભાવપૂજાના ભેદથી બે પ્રકારની હોય છે.
અહીં ‘તત્તે' શબ્દનો પ્રયોગ કરીને કહ્યું છે કે પરમાર્થથી દેવની પૂજા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની છે. તાત્ત્વિક અને અતાત્ત્વિક પૂજામાંથી માત્ર તાત્ત્વિક પૂજાને ગ્રહણ કરવા માટે આ તત્તે' શબ્દનો પ્રયોગ કરાયો છે.
અતાત્ત્વિક પૂજા અપુનબંધક આદિ સિવાયના જીવોને હોય છે. આ જીવોને અપ્રધાન દ્રવ્યક્રિયા હોય છે, તે સર્વથા ભાવરહિત હોવાથી એકાંતે દ્રવ્યપૂજારૂપ છે. તેવી પૂજાનો અહીં સંગ્રહ કર્યો નથી.
અપુનબંધકની પૂજા ભાવલેશથી યુક્ત પ્રધાનદ્રવ્યપૂજા હોય છે. માટે તેનું ગ્રહણ તાત્ત્વિક પૂજામાં થઇ શકે છે.
સમ્યગ્દષ્ટિની પૂજા બાહ્ય સામગ્રીથી કરાતી હોય છે ત્યારે તેમાં દ્રવ્ય પ્રધાન હોય છે, તેથી દ્રવ્યપૂજામાં તેનો સંગ્રહ છે. તો પણ તે પૂજાકાળમાં ભગવાનના ગુણોના સ્મરણરૂપ ભાવ અનુવૃત્તિરૂપે તો હોય જ છે, તેથી તે તાત્ત્વિક દ્રવ્યપૂજા છે.
સાધુ જયારે ભગવાનની સ્તવના કે ચૈત્યવંદનાદિ કરતા હોય છે ત્યારે, ભગવાનની આજ્ઞાનું પાલનરૂપ ભાવ મુખ્યરૂપે હોવા છતાં, તે તે મુદ્રા અને તે તે પ્રકારના વચનપ્રયોગરૂપ દ્રવ્ય પણ ગૌણરૂપે ત્યાં હોય જ છે. વળી જયારે સાધુ ભગવાનની આજ્ઞાનુસાર આચરણાઓ કે અન્ય ક્રિયાઓ કરે છે ત્યારે પણ, ચાર પ્રકારની પૂજામાંથી પ્રતિપત્તિરૂપ પૂજા ત્યાં હોય જ છે; જે ભાવપૂજા સ્વરૂપ છે. અને તે વખતે આજ્ઞાપાલનનો ભાવ પ્રધાન હોય છે અને ભાવના કારણભૂત આચરણારૂપ દ્રવ્ય ગૌણ હોય છે. તેથી સાધુને ભાવપૂજા હોય છે.ll૮-૧||
અવતરણિકા :
પહેલી ગાથામાં દ્રવ્ય અને ભાવના ભેદથી પૂજાના બે પ્રકારો કહ્યા. ત્યાં પ્રધાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org