________________
dદાનવિંશિકા 0.
વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૫૨
છે અહીં “ર” કાર સુપાત્રદાનના સમુચ્ચય અર્થક છે.
ગાથાર્થ :
અને અનુકંપાના વિષયભૂત જીવોમાં કરુણાપ્રધાન જીવનું અનુકંપાદાન પણ ધર્મોપગ્રહનો હેતુ બને છે.
ભાવાર્થ -
અહીં “પિ' થી કહેવું છે કે સુપાત્રદાન તો ધર્મોપગ્રહકરદાન છે જ, પણ વિવેકસંપન્ન શ્રાવક તત્ત્વનો જાણકાર હોય છે અને તેથી જ જગતના જીવમાત્ર પ્રત્યે તેને ભાવઅનુકંપા હોય છે, જેના કારણે શક્તિને અનુરૂપ દ્રવ્યઅનુકંપા પણ તે એવી રીતે કરે કે અનુકંપાપાત્ર જીવોમાં જો યોગ્યતા હોય તો, તેઓને બીજાધાનાદિનું કારણ બને. આમ શ્રાવકનું અનુકંપાદાન, અનુકંપાપાત્ર જીવો માટે ધર્મનું કારણ બને છે, તેથી તેને પણ ધર્મોપગ્રહકરદાનનો હેતુ કહેવાય છે. જેમ સંયમીને આહારાદિનું દાન સંયમધર્મની વૃદ્ધિનું કારણ છે તેથી ધર્મઉપગ્રહનો હેતુ છે, તેમ શ્રાવકનું અનુકંપાદાન પણ લેનારમાં ધર્મની નિષ્પત્તિનું કારણ બને છે તેથી ધર્મઉપગ્રહનો હેતુ છે.ll૭-૧ઝા
ता एयं पि पसत्थं तित्थयरेणावि भयवया गिहिणा । सयमाइन्नं दियदेवदूसदाणेणऽगिहिणो वि ॥१८॥ तदेतदपि प्रशस्तं तीर्थकरेणापि भगवता गृहिणा । स्वयमाचीर्णं द्विजदेवदूष्यदाने नागृहिणोऽपि ॥१८॥
અન્વયાર્થ :
તા તે કારણથી અનુકંપાદાન ધર્મોપગ્રહનો હેતુ છે તે કારણથી અર્થ પિ આ પણ પસઘં પ્રશસ્ત છે.
(પ્રશસ્ત કેમ છે, તેનું કારણ બતાવે છે.)
જિરિ ગૃહસ્થ એવા તિસ્થાવિ મય તીર્થકર ભગવાન વડે પણ યમફિન્ન સ્વયં આચીર્ણ છે (અને) મહિપ વિ અગૃહસ્થ એવા પણ ભગવાને વિવેવલાપUા દ્વિજને દેવદૂષ્યના દાન દ્વારા (આચરેલ છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org