________________
૧૫૧
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 0 દાનવિંશિકા . વિવેકપૂર્વક દાન આપતો હોય તો સમ્યગ્દાતા કહી શકાય. આથી જ શાલિભદ્રના જીવે પૂર્વમાં કરેલું દાન સમ્ય કહી શકાય. અને ક્વચિત્ અન્ય પણ ઉત્તમ બાહ્ય સામગ્રીના વૈકલ્યના કારણે વ્યવહારનયથી તે સમ્યગૂ દાતા ન હોવા છતાં પોતાના માટે પ્રાપ્ત થયેલી સામગ્રીને, આ સુપાત્ર છે એવા પ્રકારની વિશુદ્ધ બુદ્ધિથી આપતો હોય તો સમ્ય દાતા હોઈ શકે.
વ્યવહારનયથી દાનના અધિકારીનાં ત્રણ વિશેષણ છે, તેનો ભાવ આ પ્રમાણે
(૧) વડીલ વડે અનુજ્ઞાત ભારવાળો= કુટુંબના વડીલવડે ઘરનો ભાર સોંપેલો હોય તેવો જીવ પોતાની ઉચિત ફરજ બજાવનાર બને છે. તેથી પ્રાયઃ તે જ દાનનો અધિકારી બને. (૨) અદુઃસ્થ= જેનો પરિવાર સારી રીતે જીવી ન શકતો હોય તેવો જીવ પોતાના ઉપર આશ્રિતનું પણ સારું પાલન કરી શકતો નથી તેથી તે દાન કરે તો ધર્મલાઘવ થાય. તેથી તે દાનનો અનધિકારી છે. (૩) દયાળુ= સુપાત્રદાનના અધિકારીનું દયાળુ વિશેષણ એ બતાવે છે કે પોતાના દાનથી પોતાના પરિવારવર્ગાદિને જો અરુચિ થતી હોય તો તેનો પણ તે સમ્ય પરિહાર કરવા યત્ન કરે, જે કુટુંબીઆદિની ભાવઅનુકંપારૂપ છે.ll-૧૬ll
અવતરણિકા -
ધર્મોપગ્રહકરદાન સાધુવિષયક પૂર્વમાં બતાવ્યું, હવે અનુકંપાપાત્ર જીવોમાં કરાતું અનુકંપાદાન ધર્મોપગ્રહકરદાનનો હેતુ છે, તે બતાવતાં કહે છે
अणुकंपादाणं पि य अणुकंपागोयरेसु सत्तेसु । जायइ धम्मोवग्गहहेऊ करुणापहाणस्स ॥१७॥ अनुकम्पादानमपि चानुकम्पागोचरेषु सत्त्वेषु । जायते धर्मो पग्रहहेतुः करुणाप्रधानस्य
અન્વયાર્થ :
ય અને અનુશંપાયને અનુકંપાના વિષયભૂત સહુ જીવોમાં VTITIUસ કરુણાપ્રધાન જીવનું સપનુકંપાવાઇi fપ અનુકંપાદાન પણ થHોવાહિક ધર્મોપગ્રહનો હેતુ નીયટ્ટ બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org