________________
૧૫૦
Uદાનવિશિકા
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન આ પ્રકારનું દાન જ ઉત્તમ જાણવું.
અહીં દષ્ટાંતનું યોજન આ પ્રમાણે છેરોગી=ભાવરોગી ગૃહસ્થ. અન્નકાળ-સંયમી મહાત્માનો લાભકાળ.
પથ્ય આહાર=શ્રદ્ધા, સત્કારપૂર્વક સંયમની વૃદ્ધિનું કારણ થાય તેવો શુદ્ધ આહાર આપવો.
પથ્ય આહારથી રોગીના રોગની અલ્પતા=શુદ્ધ દાનથી ભાવરોગી ગૃહસ્થના અસંયમના કારણભૂત રોગની અલ્પતા,ll૭-૧૪/૧૫ll
અવતરણિકા :
ધર્મોપગ્રહકરદાનના અધિકારીનું સ્વરૂપ બતાવે છે –
गुरुणाऽणुन्नायभरो नाओवज्जियधणो य एयस्स । दाया अदुत्थपरियणवग्गो सम्मं दयालू य ॥१६॥ गुरुणाऽनुज्ञातभरो न्यायोपार्जितधनश्चैतस्य । दाता अदुःस्थपरिजनवर्गः सम्यग् दयालुश्च ॥१६।।
અન્વયાર્થ -
ગુરુએTTSUપુત્રાયમરી ગુરુ (કુટુંબના વડીલ) વડે અનુજ્ઞાત ભારવાળો નામોવન્શિયથળો ય અને ન્યાયોપાર્જિત ધનવાળો, મહુથપરિયUવો અદુઃસ્થ પરિજનવર્ગવાળો કાનૂય અને દયાળુ આનો સí સમ્યગુલાથીદાતા થાય.
ગાથાર્થ :
કુટુંબના વડીલ વડે અનુજ્ઞાત ભારવાળો અને ન્યાયોપાર્જિત ધનવાળો, અદુ:સ્થ પરિજનવર્ગવાળો અને દયાળુ ધર્મોપગ્રહકરદાનનો સમ્યગુ દાતા થાય.
ભાવાર્થ :
આ ગાથામાં બતાવેલ સુપાત્રદાનના અધિકારીનું સ્વરૂપ વ્યવહારનયથી છે. બાકી નિશ્ચયનયની દૃષ્ટિથી તો કુટુંબીવર્ગ ખરાબ સ્થિતિવાળો હોય અને ગુરુથી અનુજ્ઞાત ભારવાળો પણ ન હોય, પરંતુ પોતાની પાસે આવેલા કોઈ મહાત્માને દાનની બુદ્ધિથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org