SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ દાનવિશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન, અન્વયાર્થ : રૂય આ મુવાહ વાઘiધર્મોપગ્રહકરદાન મસUફિયર અશનાદિ ગોચર છે તંત્ર અને તે સદ્ધીક્કારનુયં શ્રદ્ધા-સત્કારથી યુક્ત, સમેTક્રમપૂર્વકતદોરિયમ મ્પિ તથા ઉચિત કાળમાં, મન્નાલાપ અન્યના અનુપઘાતદ્વારા અપાય છે) ય અને વય વચનથી પર્વ આ પ્રકારે સુપરિશુદ્ધ સુપરિશુદ્ધ એવું તે, મન્નાને અન્નકાળમાં uિો રોગી માટે પસ્થાિવ પથ્યની જેમ સત્તાં ઉત્તમ નેયં જાણવું. ગાથાર્થ : આ ધર્મોપગ્રહકરદાન અશનાદિ ગોચર છે અને તે શ્રદ્ધા-સત્કારથી યુક્ત, ક્રમપૂર્વક તથા ઉચિતકાળમાં, અન્યના અનુપઘાતદ્વારા અપાય છે અને વચનથી આ પ્રકારે સુપરિશુદ્ધ એવું તે, અન્નકાળમાં રોગી માટે પથ્યની જેમ ઉત્તમ જાણવું. ભાવાર્થ - સાધુને આહારાદિ વિષયક ત્રીજા પ્રકારનું દાન સુપાત્રદાન છે. સુપાત્રદાન શ્રદ્ધા અને સત્કારથી આપવાનું છે, તેનો ભાવ એ છે કે “હું આ સંયમીને દાન આપીને આ ભવસાગરથી વિસ્તારને પામું” તે પ્રકારની અંતરંગ રુચિ તે શ્રદ્ધા છે અને તેની અભિવ્યક્તિરૂપ જે વચનોચ્ચાર તે સત્કાર છે. હૈયામાં મહાત્માની ભક્તિ કરીને નિસ્તારની વાંછા હોય ત્યારે આદરપૂર્વક તેમને વિનંતિ કરે, ન આવ્યા હોય તો તેમને લેવા જાય ઇત્યાદિ જે ક્રિયાઓ છે તે સત્કાર છે. તેનાથી યુક્ત એવું આ ધર્મોપગ્રહકરદાન સુપાત્રદાન આપનારના હૈયામાં વર્તતો આદર જ શ્રેષ્ઠ વસ્તુને પ્રથમ વહોરાવવાની પ્રવૃત્તિ કરાવે છે. તેથી જ સુપાત્રદાનમાં પણ વસ્તુના વહોરાવાના વિષયમાં ક્રમની અપેક્ષા રખાય છે. ધર્મોપગ્રહકરદાન ઉચિત કાળમાં કરવાનું છે કે જેથી મહાત્માઓના શરીરને અને સંયમની આરાધનાને વ્યાઘાતક ન થાય. આ ઉપરાંત પોતાના કૌટુંબિક સંયોગોને ખ્યાલમાં રાખીને, પોષ્યવર્ગ આદિને ઉપઘાત ન થાય તે રીતે સુપાત્રદાન કરવાનું છે, અને જો તે રીતે કરવામાં ન આવે અને પોષ્યવર્ગને અરુચિ પેદા થાય તો તેને બોધિ દુર્લભ થાય છે. આ પ્રકારનું જે વર્ણન કર્યું તે સર્વ શાસ્ત્રવચનથી સુપરિશુદ્ધ જાણવું અને જેમ રોગીને અન્નકાળમાં પથ્ય આપવામાં આવે તો જ ઉપકાર માટે થાય, તેમ ધનની મૂર્છાવાળા ભાવરોગી ગૃહસ્થને માટે સંયમને પાળનારા મહાત્માઓના લાભકાળમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy