________________
૧૪૫
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન dદાનવિંશિકા ! પરંતુ મુનિ જો પ્રમાદમાં હોય તો બાહ્ય રીતે કોઈને પીડા ન પણ થયેલ હોય તો પણ, બીજા જીવોને પીડા કરે તેવા તેના યોગો વર્તે છે તેથી, તેના અભયદાનમાં તેટલા અંશમાં અલના કહેવાય; અને જો મુનિનો અપ્રમાદભાવમાં યત્ન ન હોય તો તેનાથી જગતના જીવોને સદા આલોક અને પરલોકનો ભય વર્ત જ છે.ll-૧૦ની
અવતરણિકા :
ગાથા-૧૦માં સર્વ જીવોને અભય આપનાર જીવની પ્રવૃત્તિ બતાવી, હવે અભયદાનનો ઉપદેશ આપનારા મુનિ પણ કેવા હોવા જોઈએ તે બતાવતાં કહે છે
इय देसओ वि दाया इमस्स एयारिसो तहिं विसए । इहरा दिन्नुद्दालणपायं एयस्स दाणं ति ॥११॥ एतद् देशकोऽपि दाताऽस्यैतादृशस्तस्मिन्विषये । इतरथा दत्तोद्दालनपायमेतस्य दानमिति
||||
અન્વયાર્થ:
રૂ આનો=અભયદાનનો રેપ વિ ઉપદેશક પણ તÉવિલઅભયદાનના વિષયમાં પારિસ આવા પ્રકારનો રૂમર્સ અભયદાનનો વાયા દાતા જાણવો. દર જો આવા પ્રકારનો ન હોય તો વિસુત્રાપાયે આપીને ઝૂંટવી લેવા જેવું સ આનું ઉપદેશકનું વાઘ અભયદાન થાય.તિ–પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :
અભયદાનનો ઉપદેશક પણ અભયદાનના વિષયમાં અભયદાનનો દાતા જાણવો. જો આવા પ્રકારનો ન હોય તો આપીને ઝૂંટવી લેવા જેવું ઉપદેશકનું અભયદાન થાય.
ભાવાર્થ -
અભયદાન આપનાર મુનિ ગીતાર્થની નિશ્રામાં રહીને શાસ્ત્રમાં નિપુણ થયા પછી પોતાને પ્રાપ્ત થયેલો ભગવાનનો માર્ગ, જગતના જીવોને આપવાની પોતાનામાં શક્તિ હોય તો, શક્તિને અનુરૂપ જગતના હિત માટે તે અવશ્ય યત્ન કરે છે. અભયદાન આપનાર મુનિનો જગતના જીવોના હિત માટે અપાયેલો સર્વ ઉપદેશ અંતે અભયદાનમાં V-૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org