________________
૧૪૪
Tદાનવિંશિકા ! વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અવતરણિકા -
ગાથા-૯માં બતાવ્યું કે સંયમ ગ્રહણ કર્યા પછી પણ જે આરંભાદિમાં પ્રવર્તે છે તે દાનધર્મથી દૂર છે. તેથી પ્રશ્ન થાય કે કેવી પ્રવૃત્તિ કરનાર જીવ જગતના જીવોને અભયદાન આપનાર હોય? તેનો જવાબ આપતાં કહે છે
इहपरलोगेसु भयं जेण न संजायए कयाइयवि । जीवाणं तकारी जो सो दाया उ एयस्स ॥१०॥ इहपरलोकेषु भयं येन न संजायते कदाचिदपि । जीवानां तत्कारी यः स दाता त्वेतस्य ॥१०॥
અન્વયાર્થ -
રૂપરત્નોને આલોક અને પરલોકમાં ને જેના વડે નીવાઈ જીવોને યાવિક્યારે પણ થંભય ન રંગાયા ઉત્પન્ન નથી કરાતો તરતેને કરનારો નો જે છે તો તે ૩જ સિઆનો=અભયદાનનો હાથા દાતા છે.
ગાથાર્થ -
આલોક અને પરલોકમાં જેના વડે જીવોને ક્યારે પણ ભય ઉત્પન્ન નથી કરાતો, તેને કરનારો જે છે તે જ અભયદાનનો દાતા છે.
ભાવાર્થ :
સંયમ ગ્રહણ કર્યા પછી મુનિએ ભગવદ્ વચનાનુસાર તેવી જ પ્રવૃત્તિ કરવાની છે કે જેનાથી જગતના જીવોને ક્યારે પણ આલોકમાં કે પરલોકમાં તેના તરફથી ભય પેદા ન થાય. જો મુનિની પ્રવૃત્તિથી કોઈને પીડા થાય કે કોઈનો પ્રાણ નાશ થાય તો તેનાથી સામેના જીવને આલોકમાં ભય પેદા થાય, અને મુનિની પ્રવૃત્તિથી કોઈ જીવને કાષાયિક ભાવો ઉત્પન્ન થાય તો તેનાથી સામેના જીવને પરલોકમાં ભય પેદા થાય.
મુનિની સર્વ પ્રવૃત્તિ સ્વશક્તિના પ્રકર્ષથી સર્વ જીવોની પીડાના પરિવાર માટે, પ્રાણ નાશ ન થાય તે માટે અને કષાયોના પરિવાર માટે પ્રવર્તતી હોય છે. અને તેથી જ કદાચ તેમના સંયમયોગથી ક્યારેક કોઈક જીવને પીડા ઉત્પન્ન થઈ જાય તો પણ, તેના પરિહાર માટે મુનિનો શક્ય પૂર્ણ યત્ન હોવાને કારણે તે જીવને પીડા પોતાના કર્મના ઉદયથી જ થઈ છે, પરંતુ મુનિના પ્રયત્નથી નહીં તેમ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org