________________
Uદાનવિશિકા /
૧૪૩
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અવતરણિકા :
ગાથા-૭માં બતાવેલ કે અનુત્તમ જીવ અભયદાન આપીને પણ પાળી શકતો નથી, ત્યાર પછી ગાથા-૮માં બતાવ્યું કે તે અભયદાનના અધિકારીમાં કેવા પ્રકારનું ઉત્તમપણું હોય. હવે જે જીવમાં આવું ઉત્તમપણું ન હોય અને વ્રત ગ્રહણ કરે તો તેનું અભયદાન કેવું હોય તે બતાવવા અર્થે કહે છે
दाऊणेयं जो पुण आरंभाइसु पवत्तए मूढो । भावदरिद्दो नियमा दूरे सो दाणधम्माणं ॥९॥ दत्वैतद् यः पुनरारम्भादिषु प्रवर्तते मूढः । भावदरिद्रो नियमाद् दूरे स दानधर्माणाम् ॥९॥
અન્વયાર્થ:
માવરિો ભાવદરિદ્ર એવો નો જે મૂઢો મૂઢ કોર્ષ અને અભયદાનને આપીને પુછી વળી મારમાસું આરંભાદિમાં પવી પ્રવૃત્તિ કરે છે તો તે નિયમ નિયમા વાઘા દાનધર્મથી ટૂર દૂર છે.
ગાથાર્થ -
ભાવદરિદ્ર એવો જે મૂઢ, અભયદાન આપીને વળી આરંભાદિમાં પ્રવૃત્તિ કરે છે, તે નિયમા દાનધર્મથી દૂર થાય છે.
ભાવાર્થ
જે જીવમાં ગાથા-૮માં બતાવેલ ઉત્તમતા ન હોય અને તો પણ તે સંયમ ગ્રહણ કરીને અભયદાન આપે તો તેનું અભયદાન પ્રતિજ્ઞામાત્રરૂપ જ છે.
ગાથા-૮માં બતાવેલ ઉત્તમતા વગરના જીવનું ચિત્ત મોહથી વ્યાકુળ હોય છે અને આથી જ તે મૂઢ કહેવાય છે, અને મૂઢતાના કારણે જ તે ભગવાનના વચનથી ભાવિત નથી હોતો. જે ભગવાનના વચનથી ભાવિત ન હોય તે સર્વ જીવો પ્રત્યે પોતાનો સમભાવ પ્રગટ કરી શકતો નથી, તેથી જ તે ભાવથી દરિદ્ર છે. આવો ભાવદરિદ્ર, ઈન્દ્રિયો આદિને પરવશ થઈને આરંભાદિમાં પ્રવૃત્તિ કરે છે. આથી જ તે જીવ સર્વ જીવોને અભય આપવારૂપ દાનધર્મથી નક્કી દૂર છે, અર્થાત્ વાસ્તવિક રીતે તેણે અભયદાન આપેલ જ નથી, માત્ર પ્રતિજ્ઞા ગ્રહણ કરેલ છે.ll૭-૯ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org