SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ દાનવિશિકા / વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન ૧૪૨ जिणवयणनाणजोगेण तक्कु लठिईसमासिएणं च । विनेयमुत्तमत्तं न अन्नहा इत्थ अहिगारे ॥८॥ जिनवचनज्ञानयोगेन तत्कुलस्थितिसमाश्रितेन च । विज्ञे यमुत्तमत्वं नान्यथात्राधिकारे અન્વયાર્થ - સ્થ મહારે આ(અભયદાનના) અધિકારમાં નિપાવયાના નાના જિનવચનથી થયેલા જ્ઞાનના યોગથીર અને તે સિમાgિoi તેની= જિનેશ્વર ભગવાનના કુલની મર્યાદાના આશ્રયણથી વિમુત્તમત્તઉત્તમપણું જાણવું, નગ્ન અન્યથા નહીં. ગાથાર્થ : શ્રેષ્ઠ અભયદાનના અધિકારમાં જિનવચનથી થયેલા જ્ઞાનના યોગથી અને જિનેશ્વર ભગવાનના કુલની મર્યાદાના આશ્રયણથી ઉત્તમપણું જાણવું, અન્યથા નહિ. ભાવાર્થ - શ્રેષ્ઠ અભયદાનના આ અધિકારમાં કેવું ઉત્તમપણું જોઈએ તે બતાવતાં ગ્રંથકાર કહે છે કે, જેને ભગવાનના વચનથી સમ્યગૂ શ્રુતજ્ઞાન પ્રગટ્યું હોય અને તેથી મનવચન-કાયાની એક નાનામાં નાની પણ ક્રિયા જો તે ભગવાનના વચન પ્રમાણે કરી શકે તો જ તે પરિપૂર્ણ અભયદાન આપી શકે. અને તેના માટે જેમ જિનવચનનું જ્ઞાન આવશ્યક છે તેમ ભગવાનની કુળમર્યાદાનું આશ્રયણ પણ આવશ્યક છે. ભગવાનના કુળની મર્યાદા છે કે, છબસ્થ અવસ્થામાં સર્વજ્ઞના વચનાનુસાર ચાલવા માટે ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહીને સમ્યગુ શાસ્ત્રાધ્યયન કરવું અને જયાં સુધી સ્વયં સંપન્ન થવાય નહીં ત્યાં સુધી ગીતાર્થના વચનના બળથી ઉચિત પ્રવૃત્તિનું જ્ઞાન કરીને તે જ પ્રમાણે સમ્યગ પ્રવર્તન કરવું, કે જેથી સમ્યગ્ ભગવદ્ધચનાનુસાર પરિપૂર્ણ ઉચિત પ્રવૃત્તિ કરી શકાય.આ મર્યાદાનું જે આશ્રમણ કરે તેનામાં જ ઉત્તમપણું આવે અને તેવો જીવ જ આ અભયદાન આપવાનો અધિકારી છે.ll૭-૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy