SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ Tદાનવિશિકા ! વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અવતરણિકા : ગાથા-૪માં વિનીતને આચાર્ય ઉપદેશ આપે છે તેમ કહ્યું. તેને જ દઢ કરવા માટે અવિનીતને આપવાથી શું થાય છે તે બતાવતાં કહે છે अविणीयमाणवंतो किलिस्सई भासई मुसं चेव । नाउं घंटालोहं को कडकरणे पवत्तिज्जा? ॥५॥ अविनीतमाज्ञापयन् क्लिश्यते भाषते मृषैव । ज्ञात्वा घंटालोहं कः कडकरणे प्रवर्तेत ॥५।। અન્વયાર્થ વિનયમાવંતો અવિનીતને ઉપદેશ આપતાં (ઉપદેશક) હિતિરૂ ફ્લેશ પામે છે અને મુસં વેવમૃષા જ મારું બોલે છે. ઘંટાનોÉ ઘટાડોહને નારંજાણીને ઢો કોણ લડશ્વરને કડુ કરવામાં પ ન્ના ? પ્રવૃત્તિ કરે? ગાથાર્થ - અવિનીતને ઉપદેશ આપતાં ઉપદેશક ક્લેશ પામે છે અને મૃષા જ બોલે છે. ઘંટાલોને જાણીને કોણ કડુ કરવામાં પ્રવૃત્તિ કરે? અર્થાત્ કોઈ ના કરે. ભાવાર્થ : ઉપદેશ આપવાનું પ્રયોજન શ્રોતાને સમ્યગુ બોધ કરાવવો અને માર્ગમાં પ્રવર્તાવવો તે છે, પરંતુ અવિનીતને ઉપદેશ આપવાથી તેને કવચિત્ શાબ્દબોધ થાય તો પણ તે વચનો તેનામાં સમ્યગૂ પરિણમન પામતાં નથી, કેમ કે ગુણનો પક્ષપાત જેને ન હોય તેને શાસ્ત્રવચન પણ ગુણના વિકાસમાં કારણ બનતાં નથી. તેથી જ અવિનીતને ઉપદેશ નિષ્ઠયોજન થાય છે, જેના લીધે ઉપદેશ આપનાર ક્લેશ પામે છે. વળી અવિનીતને ઉપદેશકનાં વચનો વિપરીત પરિણમન પામે છે અને તેથી તેનું અહિત થાય છે. આમ છતાં જો તેને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરાય તો ઉપદેશ આપનાર સામેની વ્યક્તિનું અહિત થાય તેવું કાર્ય કરે છે. તેથી જેમ શિકારી પ્રશ્ન કરે કે હરણ ક્યાં ગયું અને સાચી દિશા બતાવવામાં આવે તો તે વચન મૃષા છે, તેની જેમ અવિનીતને આશ્રયીને બોલાયેલાં ઉપદેશકનાં સ્કૂલ બુદ્ધિથી સત્ય વચન પણ સામેની વ્યક્તિના અતિનું કારણ હોવાથી મૃષા જ બને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy