________________
૧૩૫
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 1 દાનવિંશિકા બનતું હોય. અને આથી જ ઈષ્ટ અને પૂર્તકર્મમાં અનુકંપા સ્વીકારાઇ નથી અને ગાથા૧૭માં પણ અનુકંપાદાનને ધર્મોપગ્રહકરના હેતુરૂપે સ્થાપન કરેલ છે.lls-
અવતરણિકા :
ગાથા-૧માં વિધિપૂર્વક યોગ્ય જીવને ધર્મના વિષયમાં જ્ઞાનદાન પ્રશસ્ત છે એમ કહ્યું, ત્યાં પ્રશ્ન થાય કે જ્ઞાનદાન કરવાનો અધિકારી કોણ છે? તેથી કહે છે
सेवियगुरुकुलवासो विसुद्धवयणोऽणुमनिओ गुरुणा । सव्वत्थणिच्छियमई दाया नाणस्स विन्नेओ॥२॥ सेवितगुरुकुलवासो विशुद्धवचनोऽनुमतो गुरुणा । सर्वार्थनिश्चितमतिर्दाता ज्ञानस्य विज्ञेयः ॥२।।
અન્વયાર્થ -
સેવિયાવીસો સેવાયેલો છે ગુરુકુળવાસ જેના વડે એવો, વિશુદ્ધવિયો વિશુદ્ધવચનવાળો, પુમત્તિો ગુરુ ગુરુવડે અનુમત, સવ્વસ્થ ચ્છિયમ સર્વ અર્થમાં નિશ્ચિત મતિવાળો નાસ્તિ જ્ઞાનનો રાજ્ય દાતા વિશે જાણવો.
ગાથાર્થ :
સેવાયેલો છે ગુરુકુળવાસ જેના વડે એવો, વિશુદ્ધવચનવાળો, ગુરુ વડે અનુમત, સર્વ અર્થમાં નિશ્ચિત મતિવાળો જ્ઞાનનો દાતા જાણવો.
ભાવાર્થ -
ગુરુકુલવાસમાં રહીને જેણે પરંપરાથી સસ્તુશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અને તેથી જે ગીતાર્થ થયો છે તે જ જ્ઞાનદાન કરવા માટે અધિકારી છે, અને જયારે તે શાસ્ત્રમાં નિપુણ થાય છે ત્યારે જ ગુરુ તેને જ્ઞાન આપવાની અનુજ્ઞા આપે છે, તેથી ગુરુથી અનુમત અધિકારી છે.આવો અધિકારી યોગ્ય જીવોને જે પદાર્થો આપે છે તે સર્વ પદાર્થોમાં નિશ્ચિત મતિવાળો હોવો જોઈએ, જેથી સર્વજ્ઞના વચનથી અન્યથા કોઈ ઉપદેશ આપવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહીં. વળી તે અધિકારી વિશુદ્ધવચનવાળો જોઈએ, અર્થાત્ પોતે જે સમજયો છે તેને ઉચિત વચનોમાં યથાર્થ ઉતારી શકે તેવી શક્તિવાળો હોવો જોઈએ, જેથી પોતાનાં આગળ-પાછળનાં વચનો વિરોધી ન થાય અને શાસ્ત્રના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org