________________
૧૩૩
| વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / સદ્ધર્મવિંશિકા / આ ભાવધર્મ હોતે છતે વેવ જ ફિયા દાનાદિ બિરિયાની ક્રિયાઓ સુદ્ધાં શુદ્ધ હૃતિ થાય છે.
છેઃ 'વિ'='પ'થી એ કહેવું છે કે સમ્યક્ત તો મોક્ષફળવાળું છે જ પણ પ્રકૃષ્ટ એવી દાનાદિક્રિયાઓ પણ મોક્ષફળવાળી છે.
જ દાનાદિમાં મારિ પદથી શીલ, તરૂપ ક્રિયાનું ગ્રહણ કરવું.
ગાથાર્થ -
જે કારણથી પ્રકૃષ્ટ જ એવી આ દાનાદિક્રિયાઓ પણ ખરેખર મોક્ષફળવાળી થાય છે તે કારણથી વળી આ ભાવધર્મ હોતે છતે જ દાનાદિક્રિયાઓ શુદ્ધ થાય છે.
ભાવાર્થ
સમ્યક્ત પ્રગટ થયા પછી જ દાનાદિક્રિયાઓ શુદ્ધ કેમ બને છે? એ વાતમાં યુક્તિ બતાવે છે કે પૂર્ણ કક્ષાની દાનાદિક્રિયાઓ મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે, હવે જો તે દાનાદિક્રિયાઓ સમ્યક્તથી શુદ્ધ થયેલી ન હોય અને તે પરા કોટિની પ્રગટ થતી હોય, તો એવું માનવું પડે કે તે દાનાદિ ક્રિયાઓથી મોક્ષ થાય છે; અને તેમ માનીએ તો સમ્યક્ત મોક્ષનું કારણ નથી એ પ્રાપ્ત થાય. અને સમ્યક્તને મોક્ષના કારણરૂપે શાસ્ત્ર માને છે તેથી સમ્યક્તથી શુદ્ધ થયેલી દાનાદિક્રિયાઓ જ પ્રકૃષ્ટ બને છે અને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે એમ માનવું જોઇએ.
અહીં વિશેષ એ છે કે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજકૃત તત્ત્વાર્થની ટીકામાં સૂત્ર નં. ૧/૧ માં કહેલ છે કે કૃતિ રતિ “ઘી બાળે છે” એ પ્રકારનો જે ઉપચાર થાય છે, એ રીતે ઉપચરિત નયથી દાનાદિક્રિયાઓ મોક્ષફળવાળી છે. વાસ્તવિક રીતે તો ભાવધર્મરૂપ રત્નત્રયી જ મોક્ષનું કારણ છે, તેથી ભાવધર્મથી શુદ્ધ થયેલી તે દાનાદિક્રિયા વિશેષ પ્રકારના ભાવધર્મનું કારણ બને છે, તેથી જ તે દાનાદિક્રિયાઓ મોક્ષનું કારણ બને છે.ll૬-૨૦II
// $તિ સfffdf3@I HITHI II/
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org