________________
૧૩૦
T સદ્ધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન નથી” એ પ્રમાણે કહે છે. તેથી તેના મતે “સમ્યમ્ બોધ ત્યારે જ સમ્યગૂ કહેવાય છે કે જયારે તે બોધ, બોધને અનુરૂપ સમ્યગૂ આચરણા કરાવે”. તેથી જે જીવને નિશ્ચયનયને અભિમત સમ્યક્ત પ્રાપ્ત થયું હોય છે તે શાસ્ત્રાનુસારી પૂર્ણ આચરણા કરનાર જ હોય, અને તેવા જીવમાં પ્રમાદિ પાંચે ભાવો પણ અવશ્ય હોય જ. માટે સમ્યત્વના પ્રશમાદિ લિંગો અનંતાનુબંધી આદિ ૧૬ કષાયોના ક્ષયોપશમભાવથી જ પ્રગટ થાય છે, અને નિશ્ચયનયનું સમ્યક્ત અપ્રમત્ત ગીતાર્થને જ હોય છે, અન્યને નહીં.II૬૧ણા
અવતરણિકા :
ગાથા-૧૬ અને ૧૭માં સમ્યક્તકાળમાં પ્રશમાદિ પાંચ લિંગો કઈ રીતે સંગત છે તેનું સમાધાન વ્યવહારનય અને નિશ્ચયનયને સામે રાખીને કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે આ પાંચે ગુણો પ્રશમાદિના ક્રમથી જ કેમ નિરૂપણ કર્યા? તેથી કહે છે -
पच्छाणुपुव्विओ पुण गुणाणमेएसिं होइ लाहकमो । पाहन्नओ उ एवं विन्नेओ सिं उवन्नासो ॥१८॥ पश्चानुपूर्त्या पुनर्गुणानामेतेषां भवति लाभक्रमः । प्राधान्यतस्त्वेवं विज्ञेय एषामुपन्यासः ૨૮ાા
અન્વયાર્થ :
__ पुणवणी गुणाणमेएसिंमा गुयोनो पच्छाणुपुव्विओपश्चानुपूर्वाथी लाहकमो લાભક્રમ દોડું થાય છે, ૩વળી પર્વ આ પ્રકારે હિં આનો વન્નાનો ઉપચાસ પહિંન્નો પ્રાધાન્યથી વિમો જાણવો.
ગાથાર્થ :
વળી આ ગુણોનો પશ્ચાનુપૂર્વીથી લાભક્રમ થાય છે. વળી આ પ્રકારે આનો ઉપન્યાસ પ્રાધાન્યથી જાણવો.
ભાવાર્થ :
જીવમાં જ્યારે અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ થાય છે, ત્યારે સૌ પ્રથમ ગાથા-૧૪ માં બતાવેલો આસ્તિષ્પ ગુણ જીવમાં પ્રગટે છે, અને ત્યારપછી જ્યારે ગુણોનો વિકાસ થાય છે ત્યારે ક્રમસર અનુકંપાદિ પશ્ચાનુપૂર્વી ક્રમથી સર્વ ગુણો પ્રગટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org