________________
૧૨૯
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન સદ્ધર્મવિંશિકા ! निच्छयसम्मत्तं वाऽहिकिच्च सुत्तभणियनिउणरूवं तु । एवंविहो निओगो होइ इमो हंत वन्नु त्ति ॥१७॥ निश्चयसम्यक्त्वं वाऽधिकृत्य सूत्रभणितनिपुणरूपं तु । एवंविधो नियोगो भवत्ययं हन्त वाच्य इति ॥१७।।
અન્વયાર્થ -
વા અથવા સુત્તમનિકાસ્પર્વ તુ સૂત્રમાં કહેવાયેલ નિપુણ (આચરણા કરવારૂપ) જ નિછમિત્તે નિશ્ચય સમ્યક્તને રિષ્યિ આશ્રયીને રૂમો આ =પૂર્વમાં વર્ણન કરાયેલા અને બુદ્ધિમાં ઉપસ્થિત એવા પ્રશમાદિ પાંચે ભાવોનો સમુદાય અવંવિદ (પૂર્વમાં વર્ણન કરાયો છે) એવા પ્રકારનો નિકો નિર્દેશ વ7 7િ વાગ્યા દોડું થાય છે. દંત-કોમળ આમંત્રણમાં અવ્યય છે.
જદ હસ્તલિખિત પ્રતમાં અને ઉપાધ્યાય મહારાજની તત્ત્વાર્થની ટીકામાં “વષ્ણુ” ના સ્થાને “વત્રુ' શબ્દ છે.
ગાથાર્થ :
અથવા સૂત્રમાં કહેવાયેલ નિપુણ આચરણા કરવારૂપ જ નિશ્ચય સમ્યક્તને આશ્રયીને પૂર્વમાં વર્ણન કરાયેલ અને બુદ્ધિમાં ઉપસ્થિત એવા પ્રશમાદિ પાંચે ભાવોનો સમુદાય પૂર્વમાં વર્ણન કરાયો છે, એવા પ્રકારનો નિર્દેશ વાચ્ય થાય છે.
ભાવાર્થ :
પૂર્વમાં શુદ્ધ વ્યવહારનયને અભિમત ચતુર્થ ગુણસ્થાનકને આશ્રયીને સમ્યક્તમાં પ્રશમાદિ પાંચે લિંગોની સંગતિ કરી, હવે નિશ્ચયનયથી સંગતિ કરવા “અથવા થી કહે છે કે, સૂત્રમાં જે પ્રમાણે કહેવાઈ હોય તે જ પ્રમાણેની નિપુણ આચરણા કરવારૂપ જ નિશ્ચય સમ્યત્વ છે. આ નિશ્ચય સમ્યક્તને આશ્રયીને અહીં પ્રશમાદિ પાંચે લિંગો સમજવાનાં છે.
શાસ્ત્રનો સમ્યમ્ બોધ અને તે બોધને અનુરૂપ પૂર્ણ સમ્યમ્ આચરણા જે જીવમાં હોય, તેને જ નિશ્ચયનયથી સમ્યક્ત સ્વીકારવામાં આવે છે; કેમ કે નિશ્ચયનય સમ્યક્તને કારણરૂપે સ્વીકારે છે, અને “જે કારણ કાર્ય ન કરતું હોય તે કારણ, કારણ
V-૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org