________________
7 સદ્ધર્મવિશિકા
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૨૮
ઉત્તર આપતાં) કહે છેતXિસવિવવા તેના અનંતાનુબંધીના વિષયની અપેક્ષાએ.
ગાથાર્થ ઃ
જે કારણથી સમ્યગ્દષ્ટિને માત્ર અનંતાનુબંધી કષાયોનો ઉદય નથી હોતો, તે કારણથી સમ્યગ્દષ્ટિ કેવી રીતે પ્રશમાદિથી યુક્ત કહેવાય છે? તેનો ઉત્તર આપતાં કહે છે કે અનંતાનુબંધીના વિષયની અપેક્ષાએ જ સમ્યગ્દષ્ટિમાં પ્રશમાદિ પાંચ લિંગો કહેવાય છે.
ભાવાર્થ:
સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયનો અભાવ હોય છે તેથી તેને તત્ત્વનું યથાર્થ દર્શન થાય, અને આથી જ અતીન્દ્રિય પદાર્થવિષયક ભગવાનના વચનમાં તે નિઃસંદેહ બુદ્ધિવાળો થાય, એમ કહેવું સંગત દેખાય; પરંતુ અપરાધમાં પણ ક્રોધ ન કરે ઈત્યાદિ જે પાંચ લિંગો શ્લોકમાં બતાવ્યાં તે સર્વ તેને કઈ રીતે ઘટે? એવી વિચારકને શંકા થાય.
આવી શંકાનો જવાબ પ્રસ્તુત શ્લોકમાં શુદ્ધ વ્યવહારનયને આશ્રયીને ચોથા ગુણસ્થાનકવર્તી સમ્યગ્દષ્ટિને સામે રાખીને “મન્નરૂ'થી આપે છે, અને આગળના શ્લોકમાં નિશ્ચયનયને આશ્રયીને તેનો જવાબ આપવાના છે.
“મન્નફ્’'થી જે જવાબ આપ્યો છે તેનો ભાવ એ પ્રમાણે છે કે, અનંતાનુબંધીના ક્ષયોપશમને કારણે જીવમાં જે ઉપશમભાવ થાય છે તેને આશ્રયીને જ તેનામાં પ્રશમ, સંવેગાદિ ભાવો પ્રગટે છે અને તેને આશ્રયીને જ પાંચે લિંગો તેનામાં જાણવાં, પણ ચારિત્રમોહનીયના ક્ષયોપશમને આશ્રયીને થતા વિશેષ ઉપશમને આશ્રયીને પ્રશમાદિ પાંચ લિંગો ન જાણવાં.
ન
તાત્પર્ય એ છે કે ચોથા ગુણસ્થાનકવાળા સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયોનો નિયમા ક્ષયોપશમભાવ હોય, તેથી તથાવિધ નિમિત્તને પામીને કોઈના પ્રત્યે ગુસ્સો વર્તતો હોય તો પણ તત્ત્વને જોવામાં વ્યત્યય કરાવે તેવા કષાયો તેને હોતા નથી. તેથી તે પ્રકારના ક્રોધાદિ કષાયનો ઉપશમ પણ હોય છે અને તે ઉપશમને આશ્રયીને જ અપરાધી પ્રત્યે પણ ક્રોધ હોવા છતાં વિપર્યાસકારી ગુસ્સો ત્યાં નથી હોતો.II૬-૧૬।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org