________________
0 સદ્ધર્મવિંશિકા 1 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૨૬ ગાથાર્થ :
શંકા, કાંક્ષા આદિ વિસ્રોતસિકારહિત શુભપરિણામવાળો સમ્યગ્દષ્ટિ “તે જ સત્ય છે નિઃશંક છે જે ભગવાન વડે કહેવાય છે” એ પ્રકારે માને છે.
ભાવાર્થ -
સમ્યગ્દષ્ટિ જીવ અતીન્દ્રિય પદાર્થમાં સર્વજ્ઞના વચનને જ પ્રમાણભૂત માને તેવી રુચિવાળો હોય છે, અને તેથી ભગવાનના વચનમાં શંકા કે અન્ય મતોની કાંક્ષા આદિરૂપ ચિત્તના વિપરીત ભાવોથી રહિત શુભ પરિણામવાળો હોય છે, જે કારણે જિનવચનમાં તેની રુચિ મેરૂ જેવી નિષ્પકંપ હોય છે. આ સર્વજ્ઞના વચનની રુચિ ખાલી વિચારમાત્રમાં નથી હોતી, પરંતુ તેના પ્રત્યે તીવ્ર પક્ષપાત હોય છે, જેના કારણે સ્વશક્તિને અનુરૂપ ભગવાનના વચનને તે એવી રીતે જાણવાનો યત્ન કરે છે કે જેથી, અનાભોગાદિમાં પણ તેની રુચિ અન્યથારૂપે પરિણમન ન પામે. અને આથી જ જે સંદેહસ્થાનોમાં તે યથાર્થ નિર્ણય ન કરી શકે ત્યાં પણ તે પોતાની રુચિ કોઈ એક પક્ષમાં ન રહે તે માટે “તમેવ સર્વાં નીસંબંનિર્દિપUUI” એ વચનને સ્મરણ કરીને, ઓઘથી ભગવાનના વચન પ્રત્યે પોતાની રુચિ ટકી રહે એવો પ્રયત્ન કરે છે.I૬-૧૪ll
અવતરણિકા -
સમ્યક્તનાં પાંચ લિંગોને બતાવીને હવે દૃષ્ટાંત દ્વારા સમ્યગ્દષ્ટિને તેવા ભાવો કેમ થાય છે, તે બતાવતાં કહે છે –
एवंविहो य एसो तहाखओवसमभावओ होइ । नियमेण खीणवाही नरु व्व तव्वेयणारहिओ ॥१५॥ एवंविधश्चैष तथाक्षयोपशमभावतो भवति । नियमेन क्षीणव्याधिर्नर इव तद्वेदनारहितः ॥१५।।
અન્વયાર્થ :
ય અને વીવાદી ન વ્ર જેમ ક્ષીણ વ્યાધિવાળો નર તત્રેયUIRો તેની વેદનાથી = વ્યાધિની વેદનાથી રહિત હોય છે, તેમ તદાોવસમાવડો તેવા પ્રકારના ક્ષયોપશમભાવથી પો આ સમ્યગ્દષ્ટિ વંવિદ આવા પ્રકારનો =પ્રશમાદિથી યુક્ત નિયને નિયમથી રોટ્ટ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org