________________
પ્રવેશક
નવમી વિંશિકા પૂર્વવિશિકામાં પૂજા બતાવી અને તે પૂજા કરનાર શ્રાવક હોય છે, તેથી હવે શ્રાવકધર્મ વિશિકા બતાવે છે. જ ભાવશ્રાવક કેવો હોવો જોઈએ તેનું સંક્ષેપથી પણ યથાર્થ બોધ કરાવે તેવું સ્વરૂપ પ્રથમ
બતાવેલ છે. ત્યારપછી શ્રાવકનાં બારવ્રતોનો નામથી ઉલ્લેખ કર્યો છે. અને વસ્તુતઃ આ શ્રાવકધર્મ તે જીવની અંતરંગ પરિણતિ છે અને તેમાં વ્રતોનું જ્ઞાન, અતિચારોનું જ્ઞાન અને વ્રતોનું સમ્યગુ પાલન કઈ રીતે કારણ છે, તેમ જ અંતરંગ કર્મસ્થિતિનો નાશ પણ કઈ રીતે કારણ છે તે યુક્તિથી બતાવેલ છે. દેશવિરતિનો પરિણામ કોઇને વ્રતગ્રહણથી થાય છે, કોઇને વ્રતગ્રહણ કર્યા પછી વ્રતનું પાલન કરતાં કરતાં થાય છે અને પ્રગટ થયેલો પરિણામ પ્રમાદને કારણે નાશ પણ પામે છે, તેથી વ્રત ગ્રહણ કર્યા પછી નિત્યસ્મૃતિ આદિ સાત ભાવોમાં સુદઢ યત્ન કરવો જોઇએ કે જેથી દેશવિરતિનો પરિણામ પ્રગટ ન થયો હોય તો પ્રગટ થાય અને
પ્રગટ થયેલો હોય તો નાશ ન થાય, તે વાત યુક્તિથી બતાવેલ છે. જ શ્રાવકે કેવા સ્થાનમાં રહેવું જોઇએ અને વ્રતોના પાલન ઉપરાંત સવારના ઊઠવાથી
માંડીને રાતના સૂવા સુધી કેવી રીતે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઇએ જેથી દેશવિરતિના પરિણામ દ્વારા ક્રમસર સર્વવિરતિની ભૂમિકા પ્રગટે, તે વાત સુંદરયુક્તિથી બતાવેલ
સૂઈને ઊઠ્યા પછી કઈ રીતે પદાર્થોનું ચિંતવન કરવું જોઇએ કે જેથી વિશેષ સંવેગના ભાવો પ્રગટે અને અંતે આ રીતે શ્રાવકધર્મમાં યત્ન કરવાથી પ્રતિમાના ક્રમથી સર્વવિરતિનો પરિણામ પ્રગટે છે તે બતાવેલ છે.
દસમી વિશિકા બારવ્રતોના સમ્યગુ પાલન પછી વિશેષ અપ્રમાદભાવ કેળવવા માટે અને સર્વવિરતિના પરિણામ નજીક જવા માટે સર્વવિરતિની પ્રતિમાઓને શ્રાવક ક્રમસર સ્વીકારે છે. તેથી શ્રાવકધર્મ વિશિકા પછી શ્રાવકપ્રતિમા નામની વિશિકા બતાવી છે. જ આ અગિયાર પ્રતિમાઓનાં નામો આ પ્રમાણે છે
૧. દર્શન પ્રતિમા ૨. વ્રત પ્રતિમા ૩. સામાયિક પ્રતિમા ૪. પૌષધ પ્રતિમા
પ્રતિમા પ્રતિમા
અબ્રહ્મત્યાગ પ્રતિમા ૭. સચિત્તત્યાગ પ્રતિમા ૮. સ્વયંઆરંભત્યાગ પ્રતિમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org