________________
પ્રવેશક
હોય છે. તેથી સર્વ મંગળને કરનારી આ પૂજા છે. ત્રીજી પૂજા સર્વસિદ્ધિફલા નામની છે. જેમાં કાયાથી અને વચનથી ઉત્તમ સામગ્રી એકઠી કરીને ભગવાનની ભક્તિ કર્યા પછી પણ ભગવદ્ભક્તિ માટેની સામગ્રીથી સંતોષ થતો નથી અને વિચાર આવે છે કે સર્વોત્તમ પુરુષની ભક્તિ માટે સર્વોત્તમ સામગ્રી જ જોઇએ અને તે સર્વોત્તમ સામગ્રી નંદનવન આદિનાં સહગ્નકમળ આદિ પુષ્પો છે અને તે સામગ્રી કાયાથી અને વચનથી પ્રાપ્ત થાય તેમ નથી અને આ ત્રીજી પૂજા કરનાર શ્રાવકને તેવીજ સામગ્રીથી લોકોત્તમ પુરુષની ભક્તિ કરવાનો પરિણામ થાય છે તેથી જ્યારે કાયાથી અને વચનથી તેનો અસંતોષ દેખાય છે ત્યારે મનથી જ તે પ્રકારની વિવેકપૂર્વક તે સામગ્રી લેવા માટે યત્ન કરે છે અને જાણે સાક્ષાત તેવી ઉત્તમ સામગ્રીને પ્રાપ્ત ન કરી હોય તેવા વિશુદ્ધ અધ્યવસાયવાળી લોકોત્તમ પુરુષની ભક્તિ કરે છે. પૂજાકાળમાં ઉત્તમ સામગ્રી, ઉત્તમ ભક્તિપાત્ર પરમાત્મા અને પોતાના ઉત્તમ ભાવના પ્રકર્ષથી તે ભગવાનની ભક્તિ કરે છે. આ ભગવદ્ભક્તિ અપ્રમાદભાવથી થતી હોવાને કારણે સર્વસિદ્ધિને આપનારી બને છે.
આ પૂજા ફલ-અવંચક્યોગથી પ્રગટે છે. અહીં ફલ-અવંચક્યોગ એ છે કે ગુણવાન એવા પરમાત્માનો ગુણવાનરૂપે યોગ થયા પછી તેમનો ઉપદેશ સમ્યમ્ પરિણમન પામે તે ગુણવાનના યોગનું ફળ છે. પ્રસ્તુત પૂજાકાળમાં ગુણવાન એવા પરમાત્માની ભક્તિમાં જે અપ્રમાદભાવ છે, તે જ ગુણવાન એવા પરમાત્માના ઉપદેશનું ફળ છે; કેમ કે પરમાત્માનો ઉપદેશ છે કે શક્તિના પ્રકર્ષથી અપ્રમાદભાવ કરવો જોઇએ જેથી સંસારનો ઉચ્છેદ થાય. આ ત્રણ પૂજા સિવાય અપુનબંધકને ધર્મમાત્ર ફળવાળી પૂજા હોય છે, જે આ ત્રણ પૂજા કરતાં હિનકક્ષાની હોવા છતાં તેની પ્રતીતિનું કારણ બને છે. આ ત્રણે પ્રકારની પૂજા અને અપુનબંધકની પૂજા સંસારના ઉચ્છેદનું કારણ છે અને ક્ષપકશ્રેણીરૂપ મહાપથને અનુકૂળ એવી વિશુદ્ધિ કરનાર છે. આ સિવાય આ પૂજા પંચપ્રકાર, અષ્ટપ્રકાર કે અનેક પ્રકારની છે, તે વાત આ વિંશિકામાં બતાવેલ છે. પૂજામાં દ્રવ્યની શુદ્ધિ અને ભાવની શુદ્ધિ કેમ કરવી તે પણ વિશેષથી બતાવેલ છે. પોતે ભરાવેલી પ્રતિમા કે પોતાના પૂર્વજોથી ભરાવાયેલી પ્રતિમા કે વિધિપૂર્વક કરાવાયેલી પ્રતિમા ક્યારે વિશેષ ફળનું કારણ બને છે અને ક્યારે નથી બનતી તે વાત બતાવી છે. જ્યારે કોઇ તેવા સંયોગમાં પ્રતિમાનો યોગ ન હોય તો પણ કઈ રીતે મન દ્વારા પ્રતિમાને સ્થાપન કરીને ભગવદ્ભક્તિ કરવી જોઇએ તે બતાવેલ છે. પાપનો ક્ષય થવાને કારણે ભગવાનની પૂજાથી આભવ અને પરભવમાં કઈ રીતે ઉત્તમ ભોગો પ્રાપ્ત થાય છે અને અંતે નિર્વાણ પ્રાપ્ત થાય છે તે વાત બતાવેલ છે. ત્યારપછી ભગવદ્ભક્તિમાં તન્મય થયેલો ભાવ કઈ રીતે મોક્ષનું કારણ બને છે તે દૃષ્ટાંત દ્વારા સુંદર યુક્તિથી બતાવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org