________________
પ્રવેશક સમભાવથી દરિદ્ર એવો મૂઢ બનીને આરંભાદિમાં પ્રવર્તે છે, તે અભયદાનધર્મ માટે અસમર્થ છે તે વાત પણ યુક્તિથી બતાવેલ છે. અભયદાન સ્વ-પરને કઈ રીતે એકાંતે હિતકર છે તે બતાવ્યું છે. અભયદાનનો ઉપદેશ આપનાર મુનિ કેવા હોવા જોઈએ તેનું વિશેષ સ્વરૂપ બતાવ્યું
અભયદાન બતાવ્યા પછી ધર્મોપગ્રહકરદાન બતાવે છે અને તેમાં પ્રથમ ધર્મોપગ્રહકરદાન શું છે તેનું સ્વરૂપ બતાવ્યું છે અને ધર્મોપગ્રહકરદાન શ્રાવક સાધુને આહાર-વસ્ત્રાદિથી કરે છે, તે કઈ રીતે કરવું જોઇએ જેથી શુદ્ધ બને, તેનું સ્વરૂપ બતાવ્યું છે. ધર્મોપગ્રહકરદાન કરનાર વ્યક્તિ કેવા ગુણવાળી હોવી જોઇએ તે બતાવેલ છે અને ધર્મોપગ્રહકરદાન અંતર્ગત અનુકંપાદન, ધર્મોપગ્રહકરદાનનો હેતુ કઇ રીતે બને છે તે સુંદર રીતે બતાવેલ છે, અને તેથી એ પ્રાપ્ત થાય કે વિવેકવાળો શ્રાવક શાસનની પ્રભાવના થાય તે રીતે અનુકંપાદાન કરે તે પણ ધર્મોપગ્રહકરદાનનો હેતુ છે. ભગવાનના વરસીદાનનાં દષ્ટાંતથી અને દીક્ષા પછી વીરપ્રભુના બ્રાહ્મણને વસ્ત્રદાનનાં દષ્ટાંતથી શ્રાવકને કેવા પ્રકારનું અનુકંપાદાન કર્તવ્ય છે તે બતાવેલ છે. ધર્મનું આદિ પદ દાન છે, તેથી સંયમ લેનારને પણ અનુકંપાદાન કેવા પ્રકારનું હોય છે, તે વાત વિશેષ યુક્તિથી બતાવેલ છે અને અંતે અનુકંપાદાનથી શેષ ગુણોની નિષ્પત્તિ થાય છે તેમ બતાવેલ છે.
આઠમી વિંશિકા સમ્યક્તની પ્રાપ્તિ પછી શ્રાવક જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ કરે છે તેથી પૂર્વની વિંશિકામાં જ્ઞાનદાન આદિ બતાવેલ અને શ્રાવક, દાનની જેમ જ ભગવાનની ભક્તિ પણ કરે છે, તેથી ત્યારપછી પૂજાવિશિકા બતાવે છે. જ પૂજા બે પ્રકારની છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજા પણ ભાવથી યુક્ત છે છતાં
દ્રવ્ય પ્રધાન છે તેથી દ્રવ્યપૂજા કહેવાય છે અને ભાવપૂજા પણ દ્રવ્યથી યુક્ત છે છતાં ભાવ મુખ્ય છે તેથી ભાવપૂજા કહેવાય છે. દ્રવ્યપૂજા ગૃહસ્થને હોય છે અને તે ત્રણ પ્રકારની છે. તેમાં પ્રથમ સમતભદ્રા નામની પૂજા છે, જેમાં કાયાની વિશુદ્ધિપૂર્વક ભગવાનની ભક્તિની ઉત્તમ સામગ્રી એકઠી કરવામાં આવે છે અને તેનાથી ભક્તિકાળમાં ભાવનો પ્રકર્ષ થાય છે અને આ પૂજા પરમાત્મા વિષયક જ હોય છે અને યોગ-અવંચક યોગથી આ પૂજા સમ્યગ્દષ્ટિને પ્રગટે છે. બીજી પૂજા સર્વમંગલા નામની છે. તે ઉત્તરગુણ ધારણ કરનારા શ્રાવકને હોય છે. આ પૂજામાં કાયા અને વચનની વિશુદ્ધિ દ્વારા ભગવાનની ભક્તિની ઉત્તમ સામગ્રી એકઠી કરવામાં આવે છે અને તેનાથી જ ભાવનો વિશેષ પ્રકર્ષ થાય છે. અને આ પૂજા ક્રિયાઅવંચકયોગથી શ્રાવકને પ્રગટે છે. આ પૂજામાં પ્રથમ પૂજા કરતાં ભાવોની અતિવિશુદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org