________________
પ્રવેશક જ ભવના બાલકાળનું અને ધર્મયૌવનકાળનું સ્વરૂપ દષ્ટાંતથી બતાવ્યું છે. જે બીજાદિ ક્રમથી શુદ્ધધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે અંતે બતાવ્યું છે.
છઠ્ઠી વિંશિકા પૂર્વ વિંશિકામાં બીજાદિ ક્રમથી શુદ્ધધર્મ પ્રગટે છે તેમ કહ્યું. તેમાં ફલસ્થાને સમ્યક્વરૂપ શુદ્ધધર્મ છે તેમ બતાવ્યું. તેથી તે સમ્યક્ત કેવી રીતે પ્રગટે છે તે બતાવવા માટે સમ્મસ્વરૂપ સદ્ધર્મ વિંશિકા બતાવે છે. છે. સમ્યક્ત એ આત્માના શુદ્ધ પરિણામરૂપ છે અને તે અપૂર્વકરણથી સાધ્ય છે તેમ
પ્રથમ બતાવેલ છે. અને તેની પ્રાપ્તિ પ્રત્યે ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિનો નાશ કારણ છે, તેથી પ્રથમ આઠ પ્રકારનાં કર્મ અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે તે બતાવેલ છે. તે અપૂર્વકરણ દ્વારા નાશ કેવી રીતે થાય છે તે બતાવવા માટે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ
અને અનિવૃત્તિકરણનું સંક્ષેપથી સ્વરૂપ બતાવ્યું છે. છે. અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ થાય છે અને અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્તની પ્રાપ્તિ થાય
છે અને તે આત્માનો શુદ્ધ પરિણામ છે તેમ બતાવીને સમ્યક્તનાં પ્રથમ આદિ પાંચ લિંગો બતાવ્યાં છે. ચોથા ગુણસ્થાનકના સમ્પર્વને અને અપ્રમત્તમુનિને જ સમ્યક્ત સ્વીકારનાર નિશ્ચયનયના સમ્યક્તને પ્રશમ આદિ પાંચ લિંગો સાથે યોજન કરેલ છે. નિશ્ચયનયનું સમ્યક્ત પ્રાપ્ત થાય ત્યારે પ્રથમ આદિ પાંચ લિંગ અવશ્ય હોય છે અને વ્યવહારનયને માન્ય ચોથા ગુણસ્થાનકનું સમ્યક્ત પ્રાપ્ત થાય ત્યારે પશ્ચાનુપૂર્વીથી પ્રશમ આદિ ગુણોનો લાભ થાય છે તે વાત બતાવેલ છે. સમ્યક્તને ભાવધર્મ કેમ કહ્યો અને સમ્યક્તની પ્રાપ્તિ પછી જ કેમ શુદ્ધ દાનાદિ ક્રિયા થાય છે અને તે જ વિશેષરૂપે મોક્ષનું કારણ કેમ બને છે તે અંતમાં બતાવ્યું છે.
સાતમી વિંશિકા છઠ્ઠી વિશિકામાં શુદ્ધધર્મ બતાવ્યો અને કહ્યું કે શુદ્ધધર્મરૂપ સમ્યક્તની પ્રાપ્તિ પછી જ દાનાદિ ક્રિયા વિશેષરૂપે મોક્ષનું કારણ બને છે. તેથી ત્યારપછી દાનવિશિકા બતાવી છે. હાલ દાન ત્રણ પ્રકારનું છે. જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહકરદાન. તેમાં પ્રથમ
જ્ઞાનદાતા કેવો હોવો જોઇએ તેનું સ્વરૂપ બતાવેલ છે. પછી જ્ઞાન ગ્રહણ કરનાર કેવો હોવો જોઇએ તેનું સ્વરૂપ બતાવેલ છે અને યોગ્ય જીવને પણ કેવી રીતે દાન આપવું જોઇએ એ બતાવેલ છે અને અયોગ્યને દાન આપવાથી શું નુકસાન થાય છે તે બતાવેલા છે. જ્ઞાનદાન દર્શાવ્યા પછી અભયદાનનું સ્વરૂપ બતાવેલ છે અને તે અભયદાન મુનિ
સિવાય કોઈ આપી શકે નહીં તે સુંદર યુક્તિથી બતાવેલ છે. કાલિ મુનિ પણ કઈ રીતે ઉત્તમતા મેળવે છે કે જેથી અભયદાન આપી શકે છે તે બતાવ્યું છે. એક વળી જે જીવ સાધુપણું લઈને સર્વજીવને અભયદાન આપવાની પ્રતિજ્ઞા કરીને પણ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org