________________
૧૨૩
D સદ્ધર્મવિંશિકા
ભાવાર્થ :
અહીં સંસારના સુખને ભાવથી દુઃખ માને છે એમ કહ્યું તેનો ભાવ એ છે કે, વ્યવહારથી તો સંસારનાં દુઃખો એ દુઃખરૂપ છે અને સુખો એ સુખરૂપ છે, પરંતુ જીવના તાત્ત્વિક પરિણામને આશ્રયીને વિચારીએ તો સંસારનાં સુખો પણ જીવની ઉપદ્રવવાળી અવસ્થાસ્વરૂપ છે. તેથી તત્ત્વને જોનારી દૃષ્ટિથી તો તે સુખો પણ દુ:ખરૂપ જ ભાસે.સમ્યગ્દષ્ટિ જીવને તત્ત્વ યથાર્થરૂપ સ્પષ્ટ જણાતું હોવાને કારણે સંવેગ પ્રગટેલો હોય છે. તેથી તેને સાંસારિક સર્વ સુખો પણ જીવની મલીન અવસ્થારૂપ દેખાય છે.II૬
૧૧૫
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
नारयतिरियनरामरभवेसु निव्वेयओ वसइ दुक्खं । अकयपरलोयमग्गो ममत्तविसवेगरहिओ वि ॥ १२ ॥ नारकतिर्यङ्नरामर भवेषु निर्वेदाद्वसति દુઃમ્। अकृतपरलोकमार्गो ममत्वविषवे गरहितोऽपि
118211
અન્વયાર્થ :
મમત્તવિસ્તવેળરહિસ્તે વિમમત્વરૂપી વિષના વેગથી રહિત પણ અયપરતોયમો નથી કર્યો પરલોકનો માર્ગ જેણે એવો જીવ અર્થાત્ જેના વડે મોક્ષમાર્ગની પરિપૂર્ણતા સધાઇ નથી (એવો સમ્યગ્દષ્ટિ જીવ), નારયતિરિયનરામરમવેસુ ચારે ગતિઓના વિષયમાંનિવ્વયોનિર્વેદને કારણે યુવાં દુ:ખે કરીને વમરૂ (સંસારમાં) વસે છે.
ગાથાર્થ :
મમત્વરૂપી વિષના વેગથી રહિત પણ જેના વડે મોક્ષમાર્ગની પરિપૂર્ણતા સધાઇ નથી એવો સમ્યગ્દષ્ટિ જીવ ચારે ગતિઓના વિષયમાં નિર્વેદને કારણે દુઃખે કરીને સંસારમાં વસે છે.
ભાવાર્થ :
સમ્યગ્દષ્ટિ જીવને જગતના સ્વરૂપનો વાસ્તવિક બોધ હોવાને કારણે ચારે ગતિ વિષયક તેને નિર્વેદ હોય છે. આમ છતાં, હજુ તે મોક્ષની સાધના પૂર્ણ કરી શક્યો નથી તેથી જ અત્યારે સંસારમાં રહ્યો છે; પરંતુ સંસારના પરમાર્થને સ્પષ્ટ રીતે જોવાને કારણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org