________________
૧૨૧
વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન
0 સદ્ધર્મવિંશિકા /
ગાથાર્થ :
અને સમ્યક્તમાં જીવનો જ પરિણામ થાય છે અને તે શુદ્ધ જાણવો. અને તે સમ્યક્તનો પરિણામ દષ્ટાંતથી કેવો છે તે બતાવતાં કહે છે કે શું જગતમાં મલકલંકથી રહિત સુવર્ણ શ્યામ હોય? અર્થાત્ ન હોય.
ભાવાર્થ :
ત્રણ કરણની સમાપ્તિ પછી જીવ જયારે સમ્યકત્વ પામે છે ત્યારે જીવનો મૂળભૂત શુદ્ધ પરિણામ પ્રગટે છે. આ પરિણામ કર્મના વિગમનથી થયેલો જીવનો ચોખ્ખો પરિણામ જાણવો. કેમ કે તત્ત્વને જોવામાં પ્રતિબંધક રાગાદિના વિગમનને કારણે જીવના પોતાના મૂળભૂત પરિણામરૂપ આ સમ્યગ્દર્શન છે. આ જ વાતને દષ્ટાંતથી સ્પષ્ટ કરતાં કહે છે કે, જેમ મળકલંકથી રહિત સુવર્ણ ક્યારેય કાળું ન હોય તેમ સમ્યક્તકાળભાવી જીવનો પરિણામ ક્યારેય વિપર્યાસવાળો ન હોય.II૬-૯ll
'અવતરણિકા :
આ રીતે ત્રણ કરણ દ્વારા પ્રાપ્ત થતું સમ્યક્તનું સ્વરૂપ બતાવ્યું. હવે સમ્યક્ત પામવાને કારણે જીવમાં પ્રગટ થતા પ્રશમ આદિ પાંચ ભાવોને ક્રમસર બતાવતાં કહે
पयई य व कम्माणं वियाणिउं वा विवागमसुहं ति । अवरद्धे वि न कुप्पइ उवसमओ सव्वकालं पि ॥१०॥ प्रकृतीश्च वा कर्मणां विज्ञाय वा विपाकमशुभमिति । अपराद्धे ऽपि न कुप्यति उपशमात्सर्वकालमपि ॥१०॥
અન્વયાર્થ :
ય અને માઇi કર્મની પ્રકૃતિને વઅથવા (HIVાં કર્મના) વિવીમશુટું અશુભ વિપાકને વિદ્યાનિકંવા જાણીને સર્વાનં પિસર્વકાળ પણ વસમો ઉપશમ હોવાને કારણે (સમ્યગ્દષ્ટિ જીવ) વેર વિ અપરાધમાં પણ ન પૂરૂં ક્રોધ કરતો નથી. તિ–પાદપૂર્તિ માટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org