________________
T સદ્ધર્મવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૨૦ કહે છે; અથવા ભગવાનની ભક્તિમાં કે મુનિને દાનાદિમાં ઉપયોગવાળા જીવો પણ વીતરાગતા પ્રત્યે કે મુનિભાવ પ્રત્યે તીવ્ર ભક્તિવાળા હોય છે ત્યારે, વીતરાગતારૂપ કે મુનિભાવરૂપ તત્ત્વ પ્રત્યે તેમનો રાગ અતિશયિત થતો હોય છે, અને તેનાથી જ અત્ત્વ પ્રત્યેનો રાગ ક્ષીણ ક્ષીણ થાય છે, તે પણ ગ્રંથિભેદની પ્રક્રિયા છે; અથવા તો કોઇ જીવને જીવસ્વભાવે જ તેવો નિર્મળ પરિણામ પ્રગટે, તો નિસર્ગથી પણ ગ્રંથિનો ભેદ થઈ શકે, તે પણ અપૂર્વકરણરૂપ છે.
તત્ત્વને જોવામાં અટકાવનાર રાગ-દ્વેષનો પરિણામ એ ગ્રંથી છે અને અપૂર્વકરણના પરિણામથી તે પ્રકારના રાગ-દ્વેષ દૂર થાય છે તે જ ગ્રંથભેદ છે. તે પ્રકારના રાગ-દ્વેષને દૂર કર્યા પછી જીવનો ઉપયોગ તત્ત્વના નિર્ણય માટે પ્રવર્તતો હોય છે, તે સમ્યક્તને સન્મુખ એવો અનિવૃત્તિકરણનો પરિણામ છે, અને તેના ફળરૂપે તત્ત્વનો યથાર્થ બોધ તે જીવને થાય છે, અને તે બોધથી તેને ભગવાનના વચનમાં અપૂર્વ શ્રદ્ધા પ્રગટે છે. એટલું જ નહીં પણ સર્વ ઉપદ્રવથી રહિત એવા શુદ્ધ આત્મતત્ત્વને અંતરંગ પ્રજ્ઞાથી તે જોઈ શકે છે અને આથી જ મોક્ષ પ્રત્યે તેને ઉત્કટ ઈચ્છા થાય છે.JI૬-૮II.
અવતરણિકા -
ગાથા-૮માં ત્રણ કરણોનાં સ્થાનો બતાવ્યાં. હવે તે ત્રણ કરણના ફળરૂપે થતા સમ્યકત્વનું સ્વરૂપ બતાવતાં કહે છે -
इत्थ य परिणामो खलु जीवस्स सुहो य होइ विन्नेओ । किं मलकलंकमुक्कं कणगं भुवि सामलं होइ? ॥९॥ अत्र च परिणामः खलु जीवस्य शुभश्च भवति विज्ञेयः । किं मलकलंकमुक्तं कनकं भुवि श्यामलं भवति? ।।९।।
અન્વયાર્થ :
ય અને રૂસ્થ અહીંયાં=સમ્યક્નમાં નવમ્ય જીવનો જ પરિણામો પરિણામ દોટ્ટ થાય છે , અને (તે) સુહો શુભ શુદ્ધ વિન્ને જાણવો.
(તે સમ્યક્ત પરિણામ કેવો છે તે દષ્ટાંત દ્વારા બતાવે છે).
કિશું મુવિજગતમાં મર્જનંનુ મલકલંકથી રહિત સુવર્ણ સમન્ન શ્યામ રોડ઼ હોય? અર્થાત્ ન હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org