________________
૧૧૭
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઘસદ્ધર્મવિંશિકાઓ સ્થિતિ બંધાય છે, અને તે બંધાયેલી ઉત્કૃષ્ટ સ્થિતિ પણ સદા સત્તામાં રહેતી નથી.આમ, અનાદિ કાળમાં જીવ ક્યારેક ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, પરંતુ જીવમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની યોગ્યતા તો ચરમાવર્ત બહાર પણ હોય છે અને શરમાવર્તમાં પણ હોય છે, અને તેનું કારણ જીવમાં રહેલો તીવ્ર ભાવાભિવૃંગ છે.અપુનબંધકદશામાં તે ભવાભિમ્પંગ કાંઈક ઘટે છે અને તેથી જ ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે તેવી યોગ્યતાનો જ નાશ થઇ જાય છે. આ યોગ્યતાનો નાશ એટલે જ ક્લિષ્ટ આશયનો અભાવ અને તેને જ ચરમઉત્કૃષ્ટસ્થિતિના ક્ષપણના કારણ તરીકે અહીં કહેલ છે.II૬-પા
અવતરણિકા :
ગાથા-૧માં કહેલ કે શુભ આત્મપરિણામરૂપ સમ્યક્ત છે અને તે અપૂર્વકરણથી સાધ્ય છે, તેથી તે અપૂર્વકરણ સાધ્ય ક્યારે બને છે, તે બતાવતાં કહે છે
सत्तण्हं पयडीणं अभितरओ उ कोडकोडीए । पाउणइ नवरमेयं अपुव्वकरणेण कोई तु ॥६॥ सप्तानां प्रकृतीनामभ्यन्तरतस्तु कोटीकोट्याः । प्राप्नोति केवलमेतद् अपूर्वकरणेन कोऽपि तु ॥६।।
અન્વયાર્થ :
(આયુષ્યકર્મને છોડીને) સાણં પડીui સાત પ્રકૃતિઓની વોડફોડ હિંમતમો કોટાકોટીની=અંદરની સ્થિતિ થયા પછી ૩ જ, નવમ્ માત્ર કોર્ફ તુ કોઈક જ પુત્રેશ્વરા અપૂર્વકરણના બળથી અર્થ આને સમ્યક્તને પારૂારૂ પ્રાપ્ત કરે છે.
ગાથાર્થ :
આયુષ્યકર્મને છોડીને સાત પ્રકૃતિઓની કોટાકોટીની અંદરની સ્થિતિ થયા પછી જ, માત્ર કોઇક જ, અપૂર્વકરણના બળથી સમ્યક્તને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ :
આયુષ્યકર્મને છોડીને સાત કર્મપ્રકૃતિની સ્થિતિ એક કોટાકોટી સાગરોપમથી ઓછી થયે છતે કોઇક જ જીવ અપૂર્વકરણના બળથી સમ્યક્તને પામે છે.l૬-૬ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org