________________
૧૧૩
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
0 સદ્ધર્મવિશિકા |
// સીંfffdf3@I NB //
અવતરણિકા -
પાંચમી બીજાદિર્વિશિકામાં અંતે બતાવ્યું કે જીવને બીજાદિના કમથી શુદ્ધધર્મ પ્રાપ્ત થાય છે અને જેમ ચન્દનનો સ્વભાવ ગંધ છે તેમ આ શુદ્ધધર્મ પણ જીવનો સ્વભાવ છે. તેથી હવે તે શુદ્ધધર્મ શું છે અને કઈ રીતે પ્રાપ્ત થાય છે તે બતાવતાં કહે
एसो पुण सम्मत्तं सुहायपरिणामरूवमेवं च । अप्पुव्वकरणसझं चरमुक्कोसट्टिईखवणे ॥१॥ एषः पुनः सम्यक्त्वं शुभात्मपरिणामरूपमेवं च । अपूर्वकरणसाध्यं चरमोत्कृष्टस्थितिक्षपणे HIT
અન્વયાર્થ :
પુવળી આ=આગળમાં કહેલો શુદ્ધધર્મ, સુહાયપરિણામરૂવં શુભ= શુભ આત્મપરિણામરૂપ સમજું સત્ત્વછેર અને પુર્વ આ રીતે આગળની ગાથામાં બતાવવાના છે એ રીતે, વરમુદ્દિફેરવવો ચરમઉત્કૃષ્ટસ્થિતિ ક્ષય થયે છતે કર્મના ઉદયના પ્રારંભના કાળને છોડીને છેલ્લો પાછળનો કર્મસ્થિતિનો ભાગ ક્ષય થયે છતે મધુબેર સર્ક્સ અપૂર્વકરણથી સાધ્ય છે.
ગાથાર્થ :
વળી આગળમાં કહેલો શુદ્ધધર્મ, શુભ આત્મપરિણામરૂપ સમ્યક્ત છે, અને હવે પછીની ગાથામાં બતાવવાના છે એ રીતે, તે સમ્યક્ત ચરમઉત્કૃષ્ટસ્થિતિ ક્ષય થયે છતે અપૂર્વકરણથી સાધ્ય છે.
ભાવાર્થ :
સંસારવર્તી જીવો તીવ્ર ક્લેશથી કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા પછી સતત સત્તામાં હોય છે એવું નથી, આમ છતાં, ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની શક્તિ વિદ્યમાન હોવાને કારણે જીવ તે તે નિમિત્ત પામીને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે.
V -૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org