SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ બીજાદિવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન આ જ બાબતને સમજાવવા માટે દૃષ્ટાંત આપતાં કહે છે કે, જેમ કોઈ વ્યાધિના ઉદયવાળા જીવ માટે જયારે કાંઇક વ્યાધિ ઓછી થાય ત્યારે જ ચિકિત્સાને યોગ્ય કાળ કહેવાય છે, અને તેથી જ જો ત્યારે તેને ઔષધ આપવામાં આવે તો રોગ અલ્પ થાય છે; તેમ ધર્મયૌવનકાળમાં ચિત્ર યોગોનું સેવન કરે તો જીવનો ભાવવ્યાધિ અલ્પ થાય છે; અને ચિકિત્સાયોગ્ય કાળમાં ઔષધિનું સેવન ન કરે તો રોગ અલ્પ ન પણ થાય, તેમ ધર્મયૌવનકાળમાં પણ જુદા જુદા ધર્માનુષ્ઠાનરૂપ યોગોનું સેવન ન કરે તો ભાવરોગ અલ્પ ન પણ થાય. પરંતુ જ્યારે ભવબાળકાળ હોય છે ત્યારે જીવ કદાચ ધર્માનુષ્ઠાનરૂપ ચિત્ર યોગોનું સેવન કરે તો પણ તે અનુષ્ઠાનો તેના રોગને હઠાવવા સમર્થ નથી થતાં, ત્યાં તો ભાવરોગને દૂર કરવા માટે પ્રધાનરૂપે કાળ જ સમર્થ છે.II૫-૧૭ll અવતરણિકા : શ્લોક-૧૬માં ભવબાળકાળ અને ધર્મયૌવનકાળ બતાવ્યો. ત્યારપછી તે બન્ને કાળમાં ફળની નિષ્પત્તિ પ્રત્યે પાંચ કારણોમાંથી કોનું પ્રાધાન્ય છે તે શ્લોક-૧૭માં બતાવ્યું. હવે ભવબાળકાળમાં જીવનું કેવું માનસ હોય છે તે દૃષ્ટાંત થી શ્લોક-૧૮માં બતાવે છે અને ધર્મયૌવનકાળમાં જીવનું કેવું માનસ હોય છે તે શ્લોક-૧૯માં બતાવે છે – बालस्स धूलिगेहातिरमणकिरिया जहा परा भाइ । भवबालस्स वि तस्सत्तिजोगओ तह असक्किरिया ॥१८॥ बालस्य धूलिगेहादिरमणक्रिया यथा परा भाति । भवबालस्यापि तच्छक्तियोगात् तथाऽसत्क्रिया ॥१८॥ जुव्वणजुत्तस्स उ भोगरागओ सा न किंचि जह चेव । एमेव धम्मरागाऽसक्कि रिया धम्मजूणो वि ॥१९॥ यौवनयुक्तस्य तु भोगरागात् सा न किंचिद् यथैव । एवमेव धर्मरागादसत्क्रिया धर्मयूनोऽपि ॥१९।। અન્વયાર્થ : નાં જે પ્રકારે વીત્રસ્ત બાળકને દૂનિયોતિરમUકિરિયા ધૂળના ઘરાદિમાં રમણ કરવાની ક્રિયાપરી શ્રેષ્ઠ મારૂ લાગે છે, તદતે પ્રકારે સવવીસ વિભવબાળને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy