________________
૧૦૯
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / બીજાદિવિંશિકા / વિગમનમાં અને ધર્મના યૌવનકાળની આગળની ભૂમિકાની પ્રાપ્તિમાં પાંચ કારણો હોવા છતાં કોનું પ્રાધાન્ય છે તે બતાવતાં કહે છે -
पढमे इह पाहन्नं कालस्सियरम्मि चित्तजोगाणं । बाहिस्सुदयचिकिच्छासमयसमं होइ नायव्वं ॥१७॥ प्रथमे इह प्राधान्यं कालस्येतरस्मिश्चित्रयोगानाम् । व्याधेरुदयचिकित्सासमयसमं भवति ज्ञातव्यम् ॥१७॥
અન્વયાર્થ
રૂદ અહીં=સંસારમાં પઢ પ્રથમમાં=ભવનો બાળકાળ પૂરો થવામાં નિસ પાદä કાળનું પ્રાધાન્ય છે અને રૂયર ઇતરમાં ધર્મના યૌવનકાળમાં વાહિસુવિચ્છિી સમયસ વ્યાધિના ઉદયવાળા જીવ માટે ચિકિત્સાના કાળ સમાન વિગvi ચિત્રયોગોનું (પ્રાધાન્ય) રોટ્ટ નાયā જાણવા યોગ્ય છે.
ગાથાર્થ -
સંસારમાં ભવનો બાળકાળ પૂરો થવામાં કાળનું પ્રાધાન્ય છે અને ધર્મના યૌવનકાળમાં વ્યાધિના ઉદયવાળા જીવ માટે ચિકિત્સાના કાળ સમાન ચિત્રયોગોનું (પ્રાધાન્ય) જાણવા યોગ્ય છે.
ભાવાર્થ
અનાદિથી જીવનો ભવબાળકાળ વર્તતો હોય છે, પરંતુ જ્યારે તથાભવ્યત્વને કારણે જીવનો કાળ પાકે છે ત્યારે જ જીવ ચરમપુદ્ગલપરાવર્તમાં આવે છે. તેથી જ ભવબાળકાળનો નાશ થવામાં પાંચ કારણોની હાજરી હોવા છતાં પણ કાળની જ પ્રધાનતા રહે છે.
જીવ જયારે ચરમાવર્તમાં આવે છે ત્યારે તેનામાં કાંઇક શુદ્ધિ થઈ હોવાને કારણે તત્ત્વાતત્ત્વનો વિચાર કરી શકે તેવી તેની ભૂમિકા થાય છે અને ત્યારે બાહ્યનિમિત્તોને પામીને તે ધર્મપ્રશંસા આદિ દ્વારા બીજની પ્રાપ્તિ કરે છે. ત્યારપછી ધર્મની પ્રાપ્તિના ઉપાયોની વિચારણાદિ જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિસ્વરૂપ પુરુષકારને કારણે જીવનો ભાવરોગ અલ્પ થાય છે. તેથી જ કહ્યું કે ધર્મયૌવનકાળમાં ભાવરોગોના નાશ પ્રત્યે ચિત્ર યોગોનું સેવન પ્રધાન કારણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org