________________
૧૦૪
બીજાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન તથા ત્યારે આ કાર્ય દેવથી જન્ય છે એવો વ્યવહાર પ્રવર્તતો હોય ત્યારે તમત્તગં તદ્ માત્ર જન્ય દેવમાત્ર જન્ય બ્રિરિ ન કાંઇપણ નથી.
અન્વયાર્થ:
નિશ્ચયથી કાર્યમાત્રને ઉભયજન્ય ન માનો અને કેવળ દેવથી થયું છે એમ માનો તો અનાલિત એવો તે દૈવ થાય, એથી કરીને દૈવ નિયમથી અહેતુક થાય. આથી કરીને આ કાર્યદેવનો અપરિણામ છે કારણ કે આ કાર્યદેવથી જન્ય છે એવો વ્યવહાર પ્રવર્તતો હોય ત્યારે, દેવમાત્ર જન્ય કાંઇપણ નથી.
ભાવાર્થ :
જે સ્થાનમાં દૈવની પ્રધાનતાથી કાર્ય થાય છે, ત્યાં ઉભયજન્ય કાર્ય હોવા છતાં પણ દૈવથી કાર્ય થયું એ પ્રકારનો વ્યવહાર થાય છે. આવા સ્થાનમાં પણ જો કાર્ય ઉભયથી જન્ય છે એમ ન માનીએ તો પ્રયત્નદ્વારા દૈવ આક્ષિપ્ત થતો નથી એમ માનવું પડે, અને તેમ માનીએ તો એ પ્રાપ્ત થાય કે કેવળ દૈવથી કાર્ય થયું છે, પુરુષકારથી નહીં.
પ્રયત્નદ્વારા દેવ આક્ષિપ્ત થતું નથી એમ સ્વીકારીએ તો દૈવને અહેતુક માનવું પડે, અર્થાત્ કોઈ પણ કારણ વગર દેવ પોતાની મેળે આવ્યું છે એમ માનવું પડે. વસ્તુતઃ તો પુરુષકાર દૈવને કાર્ય કરવામાં પ્રવૃત્ત કરે છે. લાકડામાં રહેલી મૂર્તિ બનવાની યોગ્યતા જેવું દેવ છે અને ઘડવાની ક્રિયા જેવો પુરુષકાર (પ્રયત્ન) છે. જેમ ઘડવાની ક્રિયારૂપ પ્રયત્ન અંદરમાં રહેલી મૂર્તિ થવાની યોગ્યતાને બહાર લાવે છે, તેમ પુરુષકાર જ અંદરમાં રહેલાદેવને કાર્ય કરવા માટે પ્રવૃત્ત કરે છે. તેથી પુરુષકાર છે હેતુ જેને એવું તે દૈવ કહેવાય. એટલે દૈવનો હેતુ પુરુષકાર છે. પુરુષકારહેતુક દૈવ હોતે છતે પણ જે સ્થાનમાં દૈવની પ્રધાનતાથી કાર્ય થાય છે ત્યાં પુરુષકાર નથી એમ કહીએ, તો નક્કી દેવને પ્રવર્તાવવામાં કોઈ કારણ નથી. માટે દેવ કારણ વગરનું છે એમ માનવું પડે.
પુરુષકારથી અપ્રવૃત્ત દેવ સ્વયં કાર્ય કરતું નથી. તેથી જે કાર્યદેવની પ્રધાનતાથી થાય છે તે કાર્યમાત્ર દેવનો પરિણામ છે એમ કહી શકાય નહીં, કારણ કે પુરુષકારથી અનાક્ષિપ્ત માત્ર દૈવથી ત્યારે કોઈ કાર્ય થતું નથી. આવું કાર્ય જ્યારે દેખાય છે ત્યારે અવશ્ય પુરુષકારની આક્ષિત દૈવથી જ તે કાર્ય થયું હોય છે, ફક્ત તે વખતે દેવ બળવાન હોય છે અને પુરુષકાર અલ્પ હોય છે, તેથી દૈવથી કાર્ય થયું એવો વ્યવહાર થાય છે. આ જ વાત નીચેના દષ્ટાંતથી સ્પષ્ટ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org