SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ gબીજાદિવિંશિકા | વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન ભાગ્યવશાત્ રત્નની પ્રાપ્તિ થઇ, પરંતુ વાસ્તવમાં અહીં પણ લાડવાને ગ્રહણ કરવા સ્વરૂપ અલ્પ પ્રયત્ન તો હતો જ. અલ્પ પ્રયત્નથી મિશ્રિત જયારે ભાગ્ય હોય છે ત્યારે, દૈવ અને પુરુષકાર ઉભયથી પેદા થયેલ કાર્યમાં પણ આ કાર્ય દેવથી જ પ્રાપ્ત થયું છે એ પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે, પરંતુ નિશ્ચયથી અર્થાત્ અનુપચરિત વ્યવહારનય પ્રમાણે તો પરમાર્થથી સર્વ કાર્યદેવ અને પુરુષકાર ઉભયજન્ય હોય છે. તાત્પર્ય એ છે કે “જ્યાં પુરુષકાર પ્રધાન હોય છે તે કાર્ય પણ ઉભયજન્ય હોય છે, તેમ જયાં દેવ પ્રધાન હોય છે તે કાર્ય પણ ઉભયજન્ય હોય છે” આ પ્રકારનું કથન અનુપચરિત વ્યવહારનય કરે છે. જ્યારે નિશ્ચયનય તો “યોગબિન્દુની ગાથા નં૩૨૦ ની ટીકા પ્રમાણે “સાપેક્ષHસમર્થ'' એ વચનનું અવલંબન લઇને, જે જયારે પ્રધાન હોય તેને જ કારણરૂપે સ્વીકારે છે, પરંતુ બન્નેને કારણરૂપે સ્વીકારતો નથી. જયારે વ્યવહારનય બન્નેને કારણરૂપે સ્વીકારે છે, આમ છતાં પ્રધાન કારણને સ્વીકારી તે કારણથી કાર્ય થયેલ છે એ પ્રકારનો ઉપચાર કરે છે; અને અનુપચરિત વ્યવહારનય બન્નેથી કાર્ય થયું છે એમ સ્વીકારે છે. આ પ્રકારનો અર્થ ગાથા-૧૧ અને ૧રથી ભાસે છે અને તેના માટે ઉપદેશરહસ્યની ગાથા નં. ૫૦થી ૫૩નું દેવ અને પુરુષકારવાદીનું કથન આધારરૂપે છે, છતાં વિશેષ અર્થ બહુશ્રુતો જાણે. પ-૧ર અવતરણિકા - બારમી ગાથામાં બતાવ્યું કે નિશ્ચયથી સર્વ કાર્યદૈવ અને પુરુષકાર ઉભયથી જન્ય છે, તે જ વાતને યુક્તિથી આ ગાથામાં બતાવતાં કહે છે इहराऽणक्खित्तो सो होइ त्ति अहेउओ निओएण । इत्तो तदपरिणामो किंचि तम्मत्तजं न तया ॥१३॥ इतरथानाक्षिप्तः स भवतीति अहेतुको नियोगेन । इतस्तदपरिणामः किंचित्तन्मात्रजं न तदा ॥१३।। અન્વયાર્થ : રૂT ઇતરથા આવું ન માનો તો અત્ નિશ્ચયથી કાર્યમાત્રને ઉભયજન્ય ન માનો અને કેવળ દેવથી થયું છે એમ માનો તો મUત્તિો સો દો અનાક્ષિપ્ત એવો તે દૈવ થાય, ત્તિ આ કારણથી મને નિમોuUT (દેવ) નિયમથી અહેતુક થાય, રૂત્તો આથી કરીને (આ કાર્ય) તારિVIો તેનો-દૈવનો અપરિણામ છે કારણ કે) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy