________________
વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન / બીજાદિવિંશિકા ! બાકીનાં કારણો સાથે સંલગ્ન થઈને જ ઉપાદાનના તથાસ્વભાવને કાર્યરૂપે પરિણામ પમાડે છે.
જે કાર્ય જે રીતે થવાનું હોય તે રીતે જ થાય છે એમ માનીએ તો, સામાન્યથી એમ લાગે કે આપણે ગમે તેટલો પ્રયત્ન કરીશું તો પણ તે કાર્ય એમ જ થશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય, અને કાર્ય ઉત્પન્ન કરવામાં પુરુષકાર કોઇ રીતે ઉપયોગી નહીં થાય. તે જ રીતે જે કાર્ય જેમ થવાનું હોય તેમ જ થવાનું હોય તો, તે કાર્યમાં દૈવ પણ ઉપયોગી નથી એમ લાગે. પરંતુ વાસ્તવિક રીતે તો તથાભવ્યત્વ પ્રમાણે જે કાર્ય જે રીતે થવાનું હોય તેમ જ થાય છે, પણ તે કાર્ય થતી વખતે તે કાર્યને અનુરૂપ દેવ અને પુરુષકાર પણ પોતપોતાની ભૂમિકા પ્રમાણે ભાગ ભજવે જ છે.
માત્ર તથાભવ્યત્વથી કાર્ય થતું નથી, પરંતુ પ્રત્યેક કાર્યમાં દેવ અને પુરુષકાર પણ કામ કરે છે, એટલે જ દૈવ અને પુરુષકારને પણ કાર્ય પ્રત્યે કારણ માનવામાં કોઈ વિરોધ આવતો નથી. જો કાર્ય દેવ અને પુરુષકાર વગર માત્ર તથાભવ્યત્વથી જ થઇ જતું હોત તો દૈવ અને પુરુષકારને કાર્ય પ્રત્યે કારણ માનવામાં વિરોધ આવત, પણ એવું થતું નથી. અને આથી જ કાર્યનિષ્પત્તિ પ્રત્યે દૈવ અને પુરુષકારને કારણરૂપે સ્વીકારવામાં વિરોધ આવતો નથી.
અપેક્ષાએ દૈવને અને અપેક્ષાએ પુરુષકારને કાર્યમાત્ર પ્રત્યે કારણરૂપે સ્વીકારીને દૈવ અને પુરુષકારનો અહીં સ્યાદ્વાદ બતાવેલ છે. જેમ જીવના ભેદો અપેક્ષાએ એકેન્દ્રિયાદિ પાંચ ભેદોમાં સંગ્રહિત થાય છે અને અપેક્ષાએ આ જ ભેદો માત્ર ત્રાસ અને સ્થાવર એમ બે ભેદોમાં પણ સંગ્રહિત થાય છે, તેમ કાર્ય પ્રત્યે પૂર્વમાં પાંચ કારણો બતાવીને હવે બીજી અપેક્ષાએ ગાથાના ઉત્તરાર્ધમાં દેવ અને પુરુષકાર એમ માત્ર બે કારણોને જ કાર્યમાત્ર પ્રત્યે કારણ તરીકે સ્વીકારીને દૈવ અને પુરુષકારનો સ્યાદ્વાદ બતાવવામાં આવ્યો છે. તે આ રીતે-જીવનું સિદ્ધિગમનને અનુકૂળ ભવ્યત્વ જ જીવના તે તે કાળના પ્રયત્નથી તે તે પ્રકારના ક્ષયોપશમભાવને પામીને સિદ્ધિગમનમાં પર્યવસાન પામે છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉત્તરભૂમિકામાં ક્ષયોપશમભાવને પામેલું જીવનું ભવ્યત્વ જદૈવ છે, અને જે જે કાળમાં પરિણમન પામે છે તે તે કાળ તેનો કાળપરિપાકરૂપ કારણ છે, અને જે જે રૂપે પ્રયત્નથી જેવું જેવું કાર્ય થાય છે તેવી તેવી જ તે જીવની નિયતિ હતી. આ સર્વે દેવ અને પુરુષકારથી કાંઈ જુદા નથી. ‘ઉપદેશરહસ્ય’ની ગાથા ૫૦થી પ૩માં તેથી જ કહ્યું છે કે લાકડામાં રહેલી સ્વરૂપયોગ્યતારૂપ દેવ છે અને ઘડવાની ક્રિયાના સ્થાને પુરુષકાર છે. આ પ્રમાણે પદાર્થ ભાસે છે, તત્ત્વ બહુશ્રુત વિચારે.IN
૧૦II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org