SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાદિવિશિકા વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૯૮ एवं जेणेव जहा होयव्वं तं तहेव होइ त्ति । न य दिव्वपुरिसगारा वि हंदि एवं विरुझंति ॥१०॥ एवं येनैव यथा भवितव्यं तत्तथैव भवतीति । न च दैवपुरुषकारावपि हन्तैवं विरुध्येते ॥१०॥ અન્વયાર્થ : પર્વ આ રીતે=પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે તથાભવ્યત્વ અને કાલાદિ ચારે કારણો પરસ્પર આધીન છે એ રીતે, નેપોવ જેના વડે જ જે કાર્ય વડે જ નહીં હોયä જે રીતે થવાવું જોઈએ તે તહેવારોટ્ટ તે તે કાર્ય તે રીતે જ થાય છે અને પૂર્વ એ રીતે શ્લોકના પૂર્વાધમાં કહ્યું એ રીતે ત્રિપુરિસરા વિદેવ અને પુરુષકાર પણ (કાર્ય નિષ્પત્તિ પ્રત્યે કારણરૂપે સ્વીકારવામાં) ૧ ઇંદ્ધિ વિરુતિ વિરોધ પામતા નથી. ત્રિપાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે તથાભવ્યત્વ અને કાલાદિ ચારે કારણો પરસ્પર આધીન છે એ રીતે, જે કાર્ય જે રીતે થવું જોઇએ તે કાર્ય તે રીતે જ થાય છે, અને એ રીતે દૈવ અને પુરુષકાર પણ કાર્યનિષ્પત્તિ પ્રત્યે કારણરૂપે સ્વીકારવામાં વિરોધ પામતા નથી. ભાવાર્થ - નવમી ગાથામાં કહ્યું તે પ્રમાણે તથાભવ્યત્વનો એવો સ્વભાવ છે કે તે બાકીનાં ચારે કારણોને આક્ષિપ્ત કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેવા પ્રકારનું તથાભવ્યત્વ હોય તેવા પ્રકારનું કાર્ય અવશ્ય થાય જ છે, પરંતુ તે તથાભવ્યત્વ અન્ય કારણોને લાવ્યા વગર કાર્ય કરતું નથી. એનાથી એ ફલિત થયું કે પાંચ કારણો પરસ્પર એક બીજાને આધીન રહીને, જે કાર્ય જે રીતે થવાનું હોય તે કાર્યને તે રીતે જ અવશ્ય કરે છે. તેને સામે રાખીને જ આ ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું છે કે કાર્ય જે રીતે થવું જોઈએ તે કાર્ય તેમ જ થાય છે, તેમાં સંદેહ નથી; પરંતુ તે કાર્ય અન્ય કારણોની ગેરહાજરીમાં માત્ર સ્વભાવથી નથી થતું, અને તેથી જ ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે, આ રીતે માનવાથી દૈવ અને પુરુષકારને પણ કાર્યનિષ્પત્તિ પ્રત્યે કારણરૂપે સ્વીકારવામાં વિરોધ આવતો નથી. કેમ કે પાંચ કારણોની અંતર્ગત દેવ અને પુરુષકાર પણ છે, અને એ બન્ને પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy