SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭. વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન gબીજાદિવિશિકાd અન્વયાર્થ : જે કારણથી તે વં તદમન્નત્તિ તથાસ્વભાવવાળું એવું તથાભવ્યત્વ નિરૂપુષ્યપુરિસસિરિયામાં કાળ, નિયતિ, પૂર્વકૃતઃકર્મ, અને પુરુષની ક્રિયાને વિમવડું આક્ષિપ્ત કરે છે તો તે કારણથી તયં પિ તે પણ=તથાભવ્યત્વ પણ ત૮થી મવે તેઓને=કાળાદિને આધીન થાય. જે અહીં ‘તર્યાપ'માં રહેલ 'પિ' થી એ કહેવું છે કે કાળાદિ તો તથાભવ્યત્વને આધિન છે જ, પણ તેની જેમ તથાભવ્યત્વ પણ કાળાદિને આધિન છે. જ તરસદાવં'=કાલાદિને આક્ષેપ કરવાના સ્વભાવવાળું. ગાથાર્થ - જે કારણથી તથાસ્વભાવવાળું એવું તથાભવ્યત્વ કાળ, નિયતિ, કર્મ અને પુરુષની ક્રિયાને આક્ષિપ્ત કરે છે, તે કારણથી તથાભવ્યત્વ પણ કાળાદિને આધીન થાય. ભાવાર્થ : આઠમી ગાથામાં કહ્યું તે પ્રમાણે તથાભવ્યત્વને કારણે બીજાદિ સાંતર કે નિરંતર થાય છે. જીવમાં રહેલી યોગ્યતા જ્યારે કાર્યરૂપે પરિણમે છે ત્યારે તે કાર્ય માત્ર સ્વભાવથી નથી થતું, પરંતુ સ્વભાવની સાથે તેને યોગ્ય કાળનો પરિપાક, તેવા પ્રકારનાં કર્મ, કાર્યને અનુકૂળ પુરુષકાર અને નિયતિની પણ જરૂર પડે છે. તથાભવ્યત્વ જ તેવા પ્રકારના કાળ, નિયતિ, કર્મ અને પુરુષકારને પ્રાપ્ત કરાવીને જીવમાં ધર્મબીજનું વપન કરે છે; અને જે કારણથી તથાભવ્યત્વનો આવો સ્વભાવ છે કે તે કાળ, નિયતિ, કર્મ અને પુરુષકારને આક્ષિપ્ત કરીને જ કાર્ય કરે, તે કારણથી જ નક્કી થાય છે કે કાળાદિ ચારે કારણો તથાભવ્યત્વને આધીન છે. અને કાર્યને અનુકૂળ યોગ્યતારૂપ હોવા છતાં પણ તથાભવ્યત્વ બીજા ચારે કારણોનો આક્ષેપ કરીને જ કાર્ય કરી શકે છે, તેથી જ તથાભવ્યત્વ પણ કાળાદિ ચાર કારણોને આધીન છે એમ કહેલું છે. આ પ્રમાણે કાળાદિ, તથાભવ્યત્વ વિના કાર્ય નિષ્પન્ન નથી કરી શક્તા અને તથાભવ્યત્વ, કાળાદિ વિના કાર્ય નિષ્પન્ન નથી કરી શકતું; આથી જ પાંચ કારણો પરસ્પર સાપેક્ષ રહીને કાર્ય કરે છે. તેથી એકાંતે તથાભવ્યત્વથી જ કાર્ય થાય છે તેમ માનવાની આપત્તિ આવશે નહીં.IN- V -૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy