________________
બીજાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન સાંતર એમ કહેલ છે. આવા તે તે પ્રકારે સાંતર કે નિરંતર બીજાદિની પ્રાપ્તિનું કારણ પણ તે જીવનું તેવા પ્રકારનું ભવ્યત્વ (સ્વભાવ) જ છે.
તથાભવ્યત્વ એટલે વિશિષ્ટ ભવ્યત્વ. સામાન્ય ભવ્યત્વ એટલે સિદ્ધિગમનની યોગ્યતા, જયારે વિશિષ્ટ ભવ્યત્વ એટલે તે તે કાળ, ક્ષેત્ર અને સામગ્રીને પ્રાપ્ત કરાવે તેવી મોક્ષમાં જવાની યોગ્યતા. વિશિષ્ટ ભવ્યત્વ જે જે વખતે જેવું જેવું કાર્ય થાય છે તે તે કાર્યરૂપે પરિણામ પામીને મોક્ષ અપાવે છે. જેમ ભગવાન મહાવીરસ્વામીની યોગ્યતા સંયમ લઈ અનેક ઉપસર્ગો સહન કરીને પાવાપુરીમાં ચરમ તીર્થંકર થઈને મોક્ષમાં જવાની હતી, આ તેમનું તથાભવ્યત્વ; જ્યારે ઋષભદેવ ભગવાનનું ભવ્યત્વ ભિન્ન દેશ અને ભિન્ન કાળમાં તીર્થકર થઈને મોક્ષે જવાની યોગ્યતાવાળું હતું. તેથી એ પ્રાપ્ત થાય છે કે જેવું કાર્ય થાય, જે કાળમાં થાય, જે ક્ષેત્રમાં થાય તેવું ભવ્યત્વ તે તથાભવ્યત્વ છે, અને તેથી જ જે જીવનું જેવું તથાભવ્યત્વ હોય તેવા તથાભવ્યત્વને કારણે બીજાદિ સાંતર કે નિરંતર થાય છે.
આ રીતે દરેક જીવના જુદા જુદા તથાભવ્યત્વને કારણે બીજાદિની પ્રાપ્તિના અનેક પ્રકારના સાંતરભેદોની પ્રાપ્તિને નિરંતરભેદની થાય છે તે બતાવવા જ કહેલ છે કે બીજાદિમાં એકાંત સ્વભાવની બાધા છે. તેથી જીવને પ્રાપ્ત થતા બીજાદિ પણ અનેકાંત સ્વભાવવાળા છે. તેથી જ સાંતર આદિ અનેક ભેદો પડે છે.પ-૮
અવતરણિકા :
આઠમી ગાથામાં કહ્યું કે તથાભવ્યત્વથી આક્ષિત બીજાદિ સાંતર કે નિરંતર થાય છે. તેથી પ્રશ્ન થાય કે જો વિશિષ્ટ સ્વભાવને કારણે બીજાદિ સાંતર કે નિરંતર થાય છે, તો સ્વભાવથી અતિરિક્ત કાળાદિ ચાર કારણોને સાંતર કે નિરંતર બીજાદિની પ્રાપ્તિમાં કારણ સ્વીકારી શકાય નહીં, અને તેમ માનવાથી એકાંતવાદ માનવાની આપત્તિ આવશે. તેથી કહે છે
तहभव्वत्तं जं कालनियइपुव्वकयपुरिसकिरियाओ ।
अक्खिवइ तहसहावं ता तदधीणं तयं पि भवे ॥९॥ तथाभव्यत्वं यत्कालनियतिपूर्वकृतपुरुषक्रियाः । आक्षिपति तथास्वभावं ततस्तदधीनं तदपि भवेत् ॥९।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org