________________
૯૪
બીજાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ -
અને જે કારણથી રિએક પુદ્ગલપરાવર્તમાં મોસfulી મviતા હૃતિ અનંત અવસર્પિણી થાય છે તે કારણથી) અમ આ થયે છd=બીજની પ્રાપ્તિ થયે છતે રૂચી આને=બીજની પ્રાપ્તિ કરનાર જીવને સંતો નું જ નુiફ ત્તિ ન અનંતકાળ ઘટતો નથી એમ નથી. નામ શબ્દ વાક્યાલંકાર છે.
ગાથાર્થ -
જે કારણથી એક પુદ્ગલપરાવર્તમાં અનંત અવસર્પિણી થાય છે તે કારણથી, બીજની પ્રાપ્તિ થયા પછી બીજની પ્રાપ્તિ કરનાર જીવને સંસારમાં અનંતકાળ ઘટતો નથી એમ નથી.
ભાવાર્થ :
બીજની પ્રાપ્તિ કર્યા પછી કોઈ જીવ અપ્રમત્તતાથી તત્ત્વને જાણવા પ્રયત્ન કરે અને તત્ત્વને પામ્યા પછી પણ અપ્રમત્તતાથી તે તત્ત્વને જીવનમાં આચરવા માટે યત્ન કરે, તો થોડા ભવમાં સંસારનો પાર પામી શકે; અને જો પ્રમાદ કરે તો, ઉત્કૃષ્ટથી અનંતકાળ પણ સંસારમાં ભટકી શકે; એ બતાવવા માટે જ આ ગાથામાં કહ્યું છે કે, બીજની પ્રાપ્તિ કર્યા પછી પણ જીવનો સંસારપરિભ્રમણનો અનંતકાળ ઘટતો નથી એમ નથી; કારણ કે એક પુદ્ગલપરાવર્તમાં પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીઓ છે. તેથી જો જીવ પ્રમાદ કરે તો ઉત્કૃષ્ટથી અનંતકાળનો સંસાર પણ સંભવી શકે..પ-ગાં
અવતરણિકા :
સાતમી ગાથામાં બતાવ્યું કે બીજાદિની પ્રાપ્તિ થયા પછી પણ જીવ અનંતકાળ સુધી સંસારમાં રહી શકે છે, તેથી તેનું કારણ શું છે? તે બતાવવા અર્થે કહે છે
बीजाइया य एए तहा तहा संतरेयरा नेया । तहभव्वत्तक्खित्ता एगंतसहावबाहाए ટા बीजादिकाश्चैते तथातथा सान्तरेतरा ज्ञेयाः । तथा भव्यत्वाक्षिप्ता एकान्तस्वभावबाधया
||૮||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org