________________
૯૧
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન gબીજાદિવિંશિકા / માટે પ્રવૃત્તિ કરે છે. તેમાં કોઇક જીવ ધર્મપ્રાપ્તિ માટે જુદા જુદા યોગીઓ પાસે જાય છે. અને તેમની પાસે ધર્મ સાંભળીને નિર્ણય કરવા પ્રયત્ન કરે છે કે કયા ગુરુથી તેને શુદ્ધધર્મનો બોધ થશે. જ્યાં સુધી તેવા ગુરુનો નિર્ણય ન થાય ત્યાં સુધી તે જે પ્રયત્ન કરે છે તે સર્વ ધર્મપ્રાપ્તિના ઉપાયો વિષયક પ્રવૃત્તિ છે.
તે પ્રવૃત્તિ ચિત્ર પ્રકારે એટલા માટે કહેલ છે કે કોઈ વ્યક્તિ સદ્ગુરુના નિર્ણય માટે પ્રવૃત્તિ કરે છે, તો વળી કોઈ વ્યક્તિ કયાં શાસ્ત્રો શુદ્ધધર્મનાં પ્રરૂપક છે તેનો નિર્ણય કરવા માટે કષાદિ પરીક્ષા દ્વારા પ્રયત્ન કરતો હોય છે. આવી બધી પ્રવૃત્તિઓ શુદ્ધધર્મની પ્રાપ્તિના ઉપાયોમાં પ્રવૃત્તિરૂપ છે અને તે સર્વે પાંદડાદિ સમાન કહેવાય છે.
પત્રાદિમાં આદિ પદથી એ કહેવું છે કે જેમ વૃક્ષમાં કાષ્ઠ થયા પછી પત્રના ફણગા ફૂટે છે અને ક્રમે કરીને પુષ્પ થતાં પૂર્વે અનેક પત્રો અને શાખાઓ વગેરે પ્રગટે છે, તેની જેમ જ આ શુદ્ધધર્મની શોધની પ્રવૃત્તિ છે. જેમ વૃક્ષમાં પત્રાદિની અનેક અવાંતર અવસ્થાઓ છે, તેમ શુદ્ધધર્મને શોધવા માટે થતા પ્રયત્નની પણ અનેક અવાંતર અવસ્થાઓ છે. આથી જ સદ્ગુરુને શોધતાં ઘણા સદ્ગુરુઓ પાસે ધર્મ આદિ ચર્ચાઓ કરીને શુદ્ધધર્મ માટે કાંઇક પ્રાથમિક ભૂમિકા પ્રાપ્ત થાય છે, પણ જયાં સુધી શુદ્ધધર્મના ઉપદેશક ગુરુનો સંયોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે પ્રવૃત્તિ પુષ્પની પૂર્વે થતી પત્રાદિ પ્રવૃત્તિ જેવી છે અને સદ્ગુરુનો યોગ થાય તે પુષ્પસ્થાનીય છે.
સદ્ગુરુનો યોગ જેમ પુષ્પસ્થાનીય છે, તેમ આદિ પદથી એ ગ્રહણ કરવું છે કે કોઈ જીવ વિદ્વાન હોય અને દર્શનશાસ્ત્ર ભણવા માટે યત્ન કરતો હોય તો, જ્યાં સુધી કયું દર્શન કષ-છેદ-તાપથી શુદ્ધ છે તે નિર્ણય ન કરી શકે ત્યાં સુધી શુદ્ધધર્મના ઉપાયને મેળવવા માટેની તેની પ્રવૃત્તિ પત્રાદિ સદેશ છે, અને જ્યારે તેને એ નિર્ણય થાય કે આ જ શાસ્ત્રો કષ-છેદ-તાપથી સર્વજ્ઞકથિત છે ત્યારે તે શાસ્ત્રોની પ્રાપ્તિ તે પુષ્પસ્થાને છે.પ-૪.
અવતરણિકા -
પુષ્પને બતાવ્યા પછી ફળસ્થાનીય ભાવધર્મની પ્રાપ્તી બતાવે છે.
तत्तो सुदेसणाइहिं होइ जा भावधम्मसंपत्ती । तं फलमिह विन्नेयं परमफलपसाहगं नियमा ॥५॥ ततः सुदेशनादिभिर्भवति या भावधर्मसंपत्तिः । तत्फलमिह विज्ञेयं परमफलप्रसाधकं नियमात् ॥५।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org