________________
૮૯
વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન
છબીજાદિવિંશિકા 0
પોતાને તેવા પ્રકારનો ધર્મ ‘કરવાની ઇચ્છા’ થાય. આમ છતાં, તત્કાલ તેવી પ્રવૃત્તિ ન પણ થાય, તો પણ તે ‘કરવાની ઇચ્છા’ ધર્મનું બીજ જ જાણવું.II૫-૨ા
અવતરણિકા :
ધર્મના બીજને બતાવ્યા પછી બીજની ઉત્તરભૂમિકારૂપ અંકુરો અને અંકુરાની ઉત્તરભૂમિકારૂપ કાને બતાવે છે
तीए चेवऽणुबंधो अकलंको अंकुरो इहं नेओ । कठ्ठे पुण विन्नेया तदुवायन्नेसणा चित्ता ॥३॥ तस्याश्चैवानुबन्धोऽक्लङ्कोङ्कर इह काष्ठं पुनर्विज्ञेया तदुपायान्वेषणा चित्रा
શેયઃ
અન્વયાર્થ :
તીક્ એવળુબંધો તેનો=કરણઇચ્છારૂપ બીજનો જ અનુબંધ=પ્રવાહ . અહીંયાં=ધર્મના વિષયમાં અત્યંજો ગંજરો અકલંક અંકુરો તેઓ જાણવો. પુખ્ત વળી ચિત્તા ચિત્ર પ્રકારના તડુવાયન્નેસ તેના=ધર્મના ઉપાયોની અન્વેષણા જ્યું કાષ્ઠ વિન્નેયા જાણવું.
રા
ગાથાર્થ ઃધર્મ કરવાની ઇચ્છારૂપ બીજનો જ પ્રવાહ ધર્મના વિષયમાં અકલંક અંકુરો જાણવો. વળી ચિત્ર પ્રકારના ધર્મના ઉપાયોની અન્વેષણા કાષ્ઠ જાણવું.
ભાવાર્થ :
શુદ્ધધર્મને કરનારાઓને જોઇને જે કરણઇચ્છા પ્રગટ થઇ, તે જ ઇચ્છા વારંવાર થયા કરે તે બીજના ઉત્તરભાવી અંકુરાની અવસ્થા છે. બીજમાંથી તો ક્યારેક અંકુરો ફૂટ્યા પછી વિનાશ પણ પામી શકે છે, પરંતુ આ અંકુરો વિનાશ પામે તેવો નથી; પણ જે અંકુરો ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વૃક્ષ બને છે, તેના જેવો જ આ અકલંક અંકુરો છે, અને આથી તે જ ભવમાં કે જન્માંત૨માં આ અંકુરામાંથી અવશ્ય શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે, એ બતાવવા માટે જ આ અંકુરાને ‘અકલંક’ વિશેષણ આપેલ છે.
તે અંકુરો થયા પછી વિચારક જીવને તે ધર્મપ્રાપ્તિના ઉપાયોની વિવિધ પ્રકારની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org