________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા ઃ ૧૪-૧૫ ગાથા :
દાનદેવપૂજાદિક સઘલાં, દ્રવ્યસ્તવ કહ્યાં જેહ;
અસદારભી તસ અધિકારી, માંડી રહે જે ગેહ. સુખ૦ ૧૪ ગાથાર્થ :
દાન-દેવપૂજાદિ સઘળાં કૃત્યો જેહને દ્રવ્યસ્તવ કહ્યાં છે, તેનો અધિકારી અસદારંભી છે, જેહ ઘર માંડીને રહેલ છે. ll૪/૧૪ll ભાવાર્થ -
દાન આપવાની ક્રિયા, દેવની પૂજાની ક્રિયા કે ધનના વ્યયથી થતાં જે શુભ કાર્યો તેને શાસ્ત્રકારોએ દ્રવ્યસ્તવ કહ્યાં છે અર્થાત્ દ્રવ્યના વ્યયથી વીતરાગની ભક્તિ સ્વરૂપ દ્રવ્યસ્તવ કહ્યાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધનના વ્યયથી વીતરાગ થવાને અનુકૂળ જે ઉચિત પ્રવૃત્તિઓ છે તે વીતરાગની સ્તવનારૂપ છે અને દ્રવ્યના વ્યયથી થાય છે અને ભાવતવરૂપ ચારિત્રના કારણ છે માટે દ્રવ્યસ્તવરૂપ છે. આ દ્રવ્યસ્તવના અધિકારી અસદારંભી જીવો છે. વળી અસદારંભી જીવો કોણ છે ? તે પ્રકારની જિજ્ઞાસામાં કહે છે કે જે લોકો ઘર માંડીને રહ્યા છે તે સર્વ અસદારંભી છે. આનાથી એ પ્રાપ્ત થાય કે હિંસા-ચોરી આદિ કરનારા તો અત્યંત અસદારંભી છે અર્થાત્ અત્યંત ખરાબ કાર્યો કરનારા છે; પરંતુ જેઓ પોતાના રહેવા માટે ગૃહ રાખે છે અને નીતિપૂર્વક ધનાદિ કમાઈને ભોગાદિ કરે છે તે પણ અસદારંભને કરનારા છે અને તેવા જીવો પોતાની સંપત્તિનો વ્યય દાન-દેવપૂજાદિમાં કરે અને તેના દ્વારા ભગવાન પ્રત્યેની ભક્તિનો ભાવ થાય તો તેના દ્વારા તેઓનું કલ્યાણ થાય છે. માટે પરિગ્રહધારી એવા સંસારી જીવો દ્રવ્યસ્તવના અધિકારી છે અને દ્રવ્યસ્તવ કરીને તેઓ આત્મહિત સાધે છે. આના કારણે જ “દ્રવ્યસ્તવમાં પકાયનો આરંભ છે તેથી શ્રાવક દ્રવ્યસ્તવ કરે નહિ” એમ કોઈ કહે છે એ ઉચિત નથી. I૪/૧૪ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે અસદારંભી એવો ગૃહધારી દ્રવ્યસ્તવનો અધિકારી છે અને એવા અસદારંભી જીવો જે દ્રવ્યસ્તવ કરે છે તે સદારંભરૂપ છે અને તે સદારંભમાં અસદારંભીને શું ગુણ થાય છે તે બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org