________________
૮૦
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ: ૪ | ગાથા : ૧૩-૧૪
અવતરણિકા :
વળી, પહેલા ગુણસ્થાનકમાં પણ ભદ્રક પ્રકૃતિવાળા જીવોની જિનપૂજા કલ્યાણનું કારણ છે તે દાંતથી સ્પષ્ટ કરે છે – ગાથા :
મેઘજીવ ગજ શશઅનુકમ્પા, દાન સુબાહુ વિચાર;
પહિલે ગુણઠાણે પણ સુન્દર, તિમ જિનપૂજા પ્રકાર. સુખ. ૧૩ ગાથાર્થ :
મેઘકુમારનો જીવ જે ગજ હાથી, તેણે સસલા ઉપર જે અનુકંપા કરી અને સુબાહુકુમારે જે દાન કર્યું તે પહેલે ગુણસ્થાનકે સુંદર છે તેમ જિનપૂજાનો પ્રકાર સુંદર છે. ll૪/૧૩|| ભાવાર્થ -
મેઘકુમારનો જીવ પૂર્વભવમાં હાથી હતો અને હાથીના ભવમાં સસલા પ્રત્યે અત્યંત દયા કરેલી અને તે શુભભાવથી તે હાથીના જીવે શુભ કર્મ બાંધ્યું જેના કારણે મેઘકુમારના ભવમાં તેને ધર્મની પ્રાપ્તિ થઈ. તેથી હાથીના ભવમાં કરાયેલી દયાથી મેઘકુમારના જીવને યોગબીજની પ્રાપ્તિ થયેલી, ધર્મસામગ્રીયુક્ત મનુષ્યભવ પામે તેવું પુણ્ય બંધાયેલું અને મોક્ષમાર્ગનું કારણ બને તેવી નિર્જરાની પ્રાપ્તિ થયેલી. આ રીતે પહેલા ગુણસ્થાનકે રહેલા મેઘકુમારના જીવને સસલાની અનુકંપાથી ત્રણ ફળો મળ્યાં તેથી પહેલા ગુણસ્થાનકે પણ તે અનુકંપા સુંદર છે. તેમ નક્કી થાય છે. વળી સુબાહુકુમારે પાત્રને દાન આપ્યું તેનાથી પણ મેઘકુમારના જીવની જેમ ત્રણ ફળો મળ્યાં. તેની જેમ પહેલા ગુણસ્થાનકે જિનપૂજા પણ કલ્યાણનું કારણ છે અર્થાત્ પહેલે ગુણસ્થાનકે રહેલા ભદ્રક પ્રકૃતિવાળા જીવને જિનપૂજા ત્રણ પ્રકારના ફળનું કારણ છે. II૪/૧૩ અવતરણિકા -
આ રીતે અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ જિનપૂજામાં આરંભ દોષ નથી અને પહેલા ગુણસ્થાનકે પણ જિનપૂજા કલ્યાણનું કારણ છે તેમ સ્થાપન કર્યું. હવે જિનપૂજાના અધિકારી જીવો કોણ છે તે બતાવતાં કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org