________________
૭૪
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૮-૯-૧૦
ગાથા :
પ્રથમ બધ ને પછી નિર્જરા, ફૂપતણો રે દિäત;
કહે કોઈ જોડે બુધ ભાખે, ભાવ તે શુચિજલ તંત. સુખ૦ ૮ ગાથાર્થ –
પ્રથમ બંધ=જિનપૂજાની પ્રવૃત્તિમાં પ્રથમ બંધ અને પછી નિર્જરા કૂપતણા દષ્ટાંતથી કહી, એમ કોઈ જોડે છે, તેને બુધ ભાખે શાસ્ત્રના જાણ પુરુષો કહે, ભાવ તે શુચિજલ તંતઃપૂજા કાળમાં વર્તતો ઉત્તમ ભાવ આત્માને પવિત્ર કરનાર જલનું સ્થાન છે. ll૪/૮ અવતરણિકા:
પૂજામાં થતી બાહ્ય હિંસાથી કર્મબંધ નથી પરંતુ પૂજાકાળમાં વર્તતા પવિત્ર ભાવને કારણે નિર્જરા છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
ઉપાદાનવશ બન્ધન કહિયું, તસ હિંસા શિર ઉપચાર;
પુષ્પાદિક આરતણો ઇમ, હોય ભાવે પરિહાર. સુખ૦ ૯ ગાથાર્થ -
ઉપાદાનવશ=જીવમાં વર્તતા પરિણામવશ કર્મબંધ કહ્યો છે, તસ હિંસા-પુષ્પાદિ જીવોની હિંસા, ઉપચાર અંગ છે ભગવાનની ભક્તિ કરવામાં ઉપચારનો અંગ છે. ઈમ-આ રીતે-ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એ રીતે, ભાવમાં ભગવાનની ભક્તિના પરિણામમાં, પુષ્પાદિક આરંભતણો પરિહાર થાય. ll૪/૯II
તસ હિંસા શિર ઉપચાર'ના સ્થાને “તસ હિંસા અંગ ઉપચાર' પાઠ હોવો જોઈએ. પાઠશુદ્ધિ મળી નથી. અવતરણિકા -
અહીં પૂર્વપક્ષી કહે છે કે ભગવાનની ભક્તિનો શુભભાવ છે તોપણ પુષ્પાદિ જીવોની હિંસા પ્રત્યે ઉપેક્ષા છે તેથી પુષ્પાદિ જીવોનો હિંસામાં આરંભ નથી તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org