________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ: ૪ | ગાથા : ૮-૯-૧૦
૭૫
ગાથા :
જલ તરતાં જલ ઉપર મુનિને, જિમ કરૂણાનો રે રંગ;
પુષ્પાદિક ઉપર શ્રાવકને, તિમ પૂજામાંહિ ચંગ. સુખ૦ ૧૦ ગાથાર્થ -
જલ તરતાં નદી ઊતરતાં, જલના જીવો ઉપર મુનિને જેમ કરુણાનો રંગ છેકરુણાનો પરિણામ છે, તેમ પૂજામાંહિ શ્રાવકને પુષ્પાદિ ઉપર કરુણાનો યંગસુંદર પરિણામ છે. ||૪|૧૦|| ભાવાર્થ -
શાસ્ત્રમાં કૂવાનું દૃષ્ટાંત આપીને કહ્યું છે કે કોઈ નગરમાં જળ ન હોય અને જળના અર્થી જીવો કૂવો ખોદે ત્યારે કૂવો ખોદવાની ક્રિયાથી શ્રમની પ્રાપ્તિ થાય છે અને કાદવાદિથી શરીર ખરડાય છે તો પણ સ્વાદુ જળ નીકળે ત્યારે તેનાથી=જલથી, કાદવાદિ દૂર થાય છે અને સ્વાદુ જળપાનથી તૃપ્તિની પ્રાપ્તિ થાય છે. તેને સામે રાખીને કોઈક કહે છે કે “ભગવાનની પૂજામાં પ્રથમ પુષ્પાદિના આરંભને કારણે બંધ થાય છે અને પછી ભગવાનની ભક્તિને કારણે નિર્જરા થાય છે” તેને બુધપુરુષો કહે છે કે “ભગવાનની પૂજામાં ભગવાનની ભક્તિરૂ૫ શુભભાવ છે તે પવિત્ર જળના સ્થાને છે તેથી પૂજાની ક્રિયામાં પુષ્પાદિ જીવોની હિંસાકૃત પ્રથમ બંધ નથી; કેમ કે ભગવાનની ભક્તિ કરું એ પ્રકારના શુભભાવથી જ પૂજાનો આરંભ છે પરંતુ પોતાના કોઈ ભૌતિક સુખ અર્થે પૂજાનો આરંભ નથી.”
વળી પૂજામાં પ્રથમ કર્મબંધ નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે.
ઉપાદાનના વશ કર્મબંધ કહ્યો છે અર્થાત્ ઉપાદાન એવા આત્માના પરિણામને વશ કર્મબંધ કહ્યો છે અને પૂજાના કાળમાં ભગવાનની ભક્તિનો શુભ અધ્યવસાય છે તેથી પ્રથમ પણ હિંસાકૃત કર્મબંધ થાય નહિ.
અહીં પ્રશ્ન થાય કે તો પછી ભગવાનની પૂજામાં જે જીવોની હિંસા થાય છે તેનાથી શું થાય છે ? એથી કહે છે --
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org