________________
૭૨
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૬-૭ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે શાસ્ત્રકારોએ અર્થદંડમાં જિનપૂજાનો વિચાર કર્યો નથી તેથી હવે તે શાસ્ત્રવચન બતાવે છે –
ગાથા :
નાગ-ભૂત-જક્ષાદિક હેતે, પૂજ હિંસા રે ઉત્ત;
સૂયડાંગમાં નવિ જિન હેતે, બોલે જે હોએ જુત્ત. સુખ૦ ૬ ગાથાર્થ :
સૂયગડાંગસૂત્રમાં નાગ-ભૂત-જક્ષાદિ હેતે કરાયેલી પૂજા હિંસા છે તે પ્રમાણે ઉત્તરકહેવાયેલ છે, જિનહેતે નવિ જિનના હેતે કરાયેલી પૂજા હિંસા કહેવાઈ નથી, જે જુત્ત હોએ જે યુક્ત હોય, તે શાસ્ત્ર બોલે. Il૪/૬ll. ભાવાર્થ :
કોઈ પુરુષ નાગ-ભૂત કે જક્ષાદિની પૂજા કરે તે પૂજામાં હિંસા છે તેમ સૂયગડાંગસૂત્રમાં કહેલ છે અને તે સ્થાનમાં જિનની કોઈ પૂજા કરે તેને હિંસા કહેલ નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે નાગાદિ દેવની પૂજામાં અર્થદંડની પ્રાપ્તિ છે અને જિનની પૂજામાં અર્થદંડની પ્રાપ્તિ નથી. વળી, સૂયડાંગસૂત્રમાં જે યુક્ત હોય તે બોલે તેથી સૂયડાંગસૂત્રના વચનથી નક્કી થાય છે કે જિનપૂજામાં હિંસા નથી. l૪/ફા. અવતરણિકા :
જિનપૂજામાં હિંસા સ્વીકારીને પૂજાનો નિષેધ કરનારા સ્થાનકવાસી કહે છે કે જ્યાં હિંસા હોય ત્યાં ભગવાનની આજ્ઞા નથી અને પૂજાની પ્રવૃત્તિમાં પ્રત્યક્ષથી હિંસા છે માટે જિનપૂજામાં ભગવાનની આજ્ઞા નથી તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે –
ગાથા -
જિહાં હિંસા તિહાં નહી જિન-આણા, તો કિમ સાધુ વિહાર? કર્મબન્ધ નહી જયણા ભાવે, એ છે શુભવ્યવહાર. સુખ૦ ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org